વલસાડ દાદીયા ફળિયામાં દીપડો દેખાયો, વન વિભાગે પાંજરૂ મુક્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-28 14:32:05
  • Views : 372
  • Modified Date : 2020-09-28 14:32:05

        વલસાડના ભાગડાવડાના દાદીયા ફળિયા રહેતા ધારાસભ્યના ઘરની પાછળ કામવાડીએ દીપડો જોયો હતો. ઘરની દીવાલ ઊંચી હોવાથી દીપડો કૂદીને આવી શક્યો ન હતો. વન વિભાગે સર્વે કરીને દીપડાને પુરવા પાંજરૂ ગોઠવવામાં આવ્યું છે.ભાગડાવડામાં દાદીયા ફળીયામાં તળાવ નજીજ રહેતા ધારાસભ્ય ભરતભાઇ પટેલના ઘરની પાછળ શનિવારે બપોરે કામવાળી અમીતાબેન નાયકા વાસણ ધોઈ રહ્યા હતા. અચાનક ભરતભાઈના ઘરની દીવાલ પાસે દીપડાના પંજા અને મોઢું જોયું હતું. અમીતાબેન દીપડાના પંજા અને મોઢું જોઈ ગભરાઈ ગઈ હતી. અમીતાએ તાત્કાલિક બુમાબુમ કરતા દીપડો પાછો ઘરની પાછળ આવેલી આંબા વાડીમાં ભાગી ગયો હતો. અમિતાબેને તાત્કાલિક ભરતભાઇ પટેલને જાણ કરી હતી. ધારાસભ્યએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.શનિવારે બીટ ગાર્ડને ધારાસભ્યના ઘટની પાછળ આવેલી વાડીમાં દીપડાના ફૂટ માર્ક સર્ચ કરવાનો પ્રયાસ કર્યો હતો. રવિવારે સવારે ફરી વન વિભાગની ટીમે દાદીયા ફળિયામાં આવેલા તળાવ નજીક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વન વિભાગની ટીમને ફૂટ માર્ક મળ્યા ન હતા. રવિવારે દાદીયા ફળિયામાં બીજું એક પાંજરૂ મુકવમાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News