ભારતીય ટીમને મળવા જઇ રહ્યો છે નવો કેપ્ટન, ધવન બાદ આ ખેલાડીના હાથમાં કમાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-21 12:59:14
  • Views : 202
  • Modified Date : 2022-07-21 12:59:14


હાલમાં ઈંગ્લેન્ડને ધૂળ ચટાડ્યા બાદ હવે ભારતીય  ક્રિકેટ ટીમ શિખર ધવનની કેપ્ટનશિપમાં વેસ્ટ ઈન્ડીઝ સામે ટકરાવા માટે તૈયાર છે.  પરંતુ આ શ્રેણી બાદ ભારતીય ટીમ વર્ષો પછી ઝીમ્બાબ્વે સામે સીરીઝ રમશે. આ શ્રેણીમાં ભારતીય ટીમને વધુ એક નવો કેપ્ટન મળી શકે છે. ઝીમ્બાબ્વે સામે ટકરાશે ભારતીય ટીમ 


ભારતીય ક્રિકેટ ટીમ આગામી મહિને ત્રણ મેચની વન-ડે  સીરીઝ માટે ઝીમ્બાબ્વેનો પ્રવાસ કરશે, જે 6 વર્ષમાં ભારતીય ટીમનો પહેલો પ્રવાસ હશે. ત્રણ વન-ડે મેચ 18, 20 અને 22 ઓગષ્ટે હરારેમાં રમાશે. કે એલ રાહુલ ટીમની આગેવાની કરી શકે છે.


છ વર્ષ બાદ થશે પ્રવાસ


આ શ્રેણી આઈસીસી પુરૂષ વિશ્વ કપ સુપર લીગનો ભાગ છે. 13 ટીમોની સ્પર્ધા આગામી વર્ષે ભારતમાં યોજાનારા 50 ઓવરના વિશ્વ કપ માટે સીધુ ક્વોલિફિકેશનનો મુખ્ય માર્ગ છે. ઝીમ્બાબ્વે અત્યારે 13 ટીમોમાં 12મા સ્થાને છે. ભારતીય ટીમે છેલ્લી વખત 2016માં ઝીમ્બાબ્વેનો પ્રવાસ કર્યો હતો  જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ટીમે ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે રમી હતી.


 


Download Our B K News Today App



Related News