અમદાવાદના ચાંદખેડા અને આસપાસના વિસ્તારોમાં ડ્રગ્સનું નેટવર્ક, કોલેજીયનો પાનના ગલ્લા અને કિટલી પર નશો કરવા પહોંચે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-04 14:38:48
  • Views : 454
  • Modified Date : 2020-09-04 14:38:48

       શહેરના છેવાડાના વિસ્તાર એવા ચાંદખેડામાં ડ્રગ્સ અને ગાંજા જેવા નશીલા પદાર્થોનું વેચાણ વધ્યું છે. ખાસ કરીને અધિકારીઓના છોકરાઓ નશાના રવાડે ચડ્યા હોવાનું બહાર આવ્યુ છે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા દિનેશ શર્મા, શહેર પ્રમુખ શશીકાંત પટેલ, ચાંદખેડા કાઉન્સિલર રાજશ્રી કેસરીએ આજે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને મળી આવેદનપત્ર આપ્યું હતું. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી કે ચાંદખેડા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર અને આસપાસના રિંગ રોડ પર નશીલા પદાર્થનું વેચાણ થાય છે અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પદાર્થોનું સેવન કરે છે. નાની ચાની કિટલીઓ, પાન પાર્લર, નાસ્તાના ટેન્ટ પર આવી પ્રવૃત્તિઓ ચાલે છે.કોલેજીયનો આ ડ્રગ્સના રવાડે ચડ્યો છે, જેની ફરિયાદ મળતા કોંગ્રેસ પક્ષ દ્વારા આજે શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. ચાંદખેડાને અડીને આવેલા ત્રાગડ, સુઘડ, અડાલજ, કલોલ વિસ્તારમાંથી ડ્રગ્સ સપ્લાયરો સપ્લાય કરી વેચાણ કરે છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આવી પ્રવૃત્તિઓ બંધ કરાવવાની ખાતરી આપી છે. આ મામલે ચાંદખેડા PI એન.એલ. ખરાડીએ જણાવ્યું હતું કે ચાંદખેડા વિસ્તારમાં ડ્રગ્સના વેચાણ જેવી પ્રવૃત્તિઓ નથી ચાલતી. જો એવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો અમારા ધ્યાન પર મૂકે ચોક્કસ અમે આ પ્રવૃત્તિ બંધ કરાવી દઈશું.

Download Our B K News Today App



Related News