કોવિડ-19 દર્દીઓને ખુશ રાખવા શરૂ કરાઈ સંગીતમય પહેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-05 17:38:47
  • Views : 479
  • Modified Date : 2020-08-05 17:38:47

    એક બેન્ડ દ્વારા પીપીઇ કિટમાં સજ્જ થઇને ગુજરાતી અને હિન્દી ગીતોના રિમિક્સનું લાઇવ પર્ફોમન્સ ચાલી રહ્યું હોય અને લોકો સાંભળીને આનંદ કરી રહ્યા હોય એવું દ્રશ્ય દરરોજ શહેરની કોઇક એક હોસ્પિટલમાં રચાય છે.કોવિડ-19 દર્દીઓ પરિવાર અને પરિવારથી દૂર છે ત્યારે તેમના માટે ખુશ રહેવું જરૂરી છે. તેમને ખુશ રાખવાના પ્રયાસના ભાગરૂપે અહેસાસ બેન્ડ દ્વારા એક પોઝિટિવ પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત તે લોકો દરરોજ શહેરની વિવિધ કોવિડ-19 પોઝિટિવ હોસ્પિટલમાં જઇને પેશન્ટને ખુશ કરવાનો સંગીતમય પ્રયાસ કરવામાં આવે છે.

Download Our B K News Today App



Related News