ટોટાણા-અસાલડી વચ્ચે ડીપમાં બનાસ નદીના ધસમસતા પાણીમાં માટી ભરેલું ડમ્પર તણાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-16 14:02:18
  • Views : 808
  • Modified Date : 2020-08-16 14:02:18

    કાંકરેજ તાલુકાના ટોટાણા અને હારિજ તાલુકાના અસાલડી ગામની વચ્ચે બનાસ નદીના ડીપમાં શુક્રવારે સવારે ધસમસતા પાણીમાં જામપુરથી રેતી ભરીને પેસેન્જર સાથે આવતું ડમ્પર (જીજે 13-એડબ્લ્યુ 8143) પાણીમાં તણાઇને ખાબકયું હતું. જેમાં ડમ્પરચાલક સહિત 7 લોકો ફસાયા હતા. જેમને અસાલડી અને ટોટાણાના લોકોએ પોતાના જાનની પરવાહ કર્યા વગર પાણીમાં પડી ડ્રાયવર સહિત સાત લોકોને બચાવી લીધા હતા. આ અગાઉ બુધવારે એક ગાડી પણ તણાઇ હતી. જેમાં ફસાયેલા પાંચને ગામલોકોએ બચાવી લીધા હતા.શુક્રવારે સવારે પણ જામપુર નદીમાંથી રેતી ભરીને પેસેન્જર સાથે ડમ્પર (જીજે 13-એડબ્લ્યુ 8143)ના ચાલક હનીફખાન દેવાજી મલેકે ડીપ પરથી વહેતા ધસમસતા બનાસ નદીના પાણીમાંથી પસાર કરવાનું સાહસ કર્યું હતું.જે તેને ભારે પડ્યું હતું. ડમ્પર પેસેન્જર્સ સાથે પાણીમાં તણાઇને ખાબકયું હતું. જેથી અંદર બેઠેલા 7 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. આ સમયે હાજર અસાલડી અને ટોટાણાના લોકોએ પાણીમાં ડૂબેલા લોકોને પોતાના જાનની પરવાહ કર્યા વગર પાણીમાં પડી ડ્રાયવર સહિત સાત લોકોને બચાવી લીધા હતા. ડૂબનાર બે વ્યકિત હારિજ તાલુકાના નાણા ગામના તેમજ અન્ય ચાર કાંકરેજ તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે.થરા તરફથી રેત ભરીને આવતું ડમ્પર પાણીમાં જવાનો પ્રયત્ન કર્યો ત્યારેસ્થાનિક લોકોએ ડ્રાયવરને ના પાડી કે આ પાણીમાંથી પસાર થવું જોખમી છે તેમ છતાં ડ્રાયવરે ડમ્પર પાણીમાં નાખતાં તણાઇને ડીપની બાજુમાં ઊંધું થઇ ગયું હતું. લોકોએ દોડી જઇ તમામ લોકોને બચાવી લીધા હતા. આ સમસ્યાના નિવારણ માટે સરકારમાં પુલ બનાવવાની માંગણી કરી છે. 2017ના પૂરમાં ખારીયા નદીમાં પુલ માટે 33 કરોડ , ટોટાણા માટે 46 કરોડ અને અસાલડી ડીપમાં પુલ બનાવવા 42 કરોડની દરખાસ્ત કરી છે, પરંતુ તેની વહીવટી મંજૂરી મળી નથી. - એમ.જે. ઠાકોર, નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ દિયોદર

Download Our B K News Today App



Related News