દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઇ બનાસડેરી દ્વારા બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-06 10:37:59
  • Views : 387
  • Modified Date : 2022-04-06 10:37:59

આગામી ૧૯મી એપ્રિલના રોજ દેશના વડાપ્રધાન સણાદર ગામે ડેરી ના ઉદ્ઘાટન પ્રસંગે આવવાના હોય તેના ભાગરૂપે આજે નાગફણા ખાતે બનાસડેરી ડીસા તાલુકાના ડીરેક્ટર ની અધ્યક્ષતા માં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારી રહ્યા છે તેમના આગમનને લઇ હાલમાં બનાસ ડેરીના કર્મચારીઓ અને આગેવાનો દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દીધી છે ખાસ કરીને 19 એપ્રિલ ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સણાદર ગામે બનાસડેરી સંચાલિત નવી ડેરી નું ઉદ્ઘાટન કરવા માટે આવવાના છે જેને લઇ બનાસડેરી દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે જે અંતર્ગત આજે ડીસા તાલુકા બનાસ ડેરીના ડિરેક્ટર દ્વારા બનાસ ડેરીના કર્મચારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના બનાસ ડેરીના કર્મચારીઓ અને આગેવાનો હાજર હતા અને આગામી 19 એપ્રિલ ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સણાદર ગામે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને શણાદર ગામે શરૂ થઇ રહેલી બનાસડેરીના કારણે જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે પણ વધારો થશે અને પશુપાલકોને પણ દૂધમાં સારા ભાવ મળી રહેશે આજે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જિલ્લામાંથી બનાસડેરીના કર્મચારીઓ હાજર રહી બેઠકને સફળ બનાવી હતી

 

Download Our B K News Today App



Related News