રાહુલ ગાંધીની જન ન્યાય પદયાત્રા દરમિયાન મુંબઈના રસ્તાઓ પર મોટા પ્રમાણમાં લોકો જોવા મળ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-17 14:54:47
  • Views : 342
  • Modified Date : 2024-03-17 14:54:47

14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થયેલી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા 16 માર્ચ શનિવારે મહારાષ્ટ્રના મુંબઈમાં પૂર્ણ થઈ. રવિવારે શિવાજી પાર્કમાં કોંગ્રેસની ભવ્ય રેલી થવા જઈ રહી છે. જેમાં ઈન્ડિયા ગઠબંધનના તમામ નેતા સામેલ થશે. આ પહેલા રાહુલ ગાંધીએ રવિવારે સવારે મુંબઈના મણિ ભવન સંગ્રહાલયથી પદ યાત્રાની શરૂઆત કરી જેને ‘જન ન્યાય પદયાત્રા’ નામ આપવામાં આવ્યું છે.આ પહેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મુંબઈના અગસ્ત ક્રાંતિ મેદાનમાં ગાંધી સ્મારક સ્તંભ પર પુષ્પાજંલિ અર્પિત કરી. રાહુલની આ જન ન્યાય પદયાત્રામાં તેમની બહેન અને કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ હાજર રહી. આ દરમિયાન સ્વરા ભાસ્કરે કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં બે ભારત જોડો યાત્રાઓ સરાહનીય છે. તેમને કહ્યું કે તે એવા કોઈ રાજનેતાને ઓળખતી નથી કે જે લોકોની વાત સાંભળવા માટે સમગ્ર દેશમાં ફર્યા હોય. સ્વરાએ કહ્યું કે રાહુલ ગાંધી લોકોને મળવા અને તેમનાથી જોડાયેલા રહેવા ઈચ્છે છે.રાહુલ ગાંધીની જન ન્યાય પદયાત્રા દરમિયાન મુંબઈના રસ્તાઓ પર મોટા પ્રમાણમાં લોકો જોવા મળ્યા. રાહુલ અને પ્રિયંકાએ લોકોને હાથ જોડીને અભિવાદન કર્યુ. આ દરમિયાન બંને જ નેતા હાથમાં બેનર લઈને ફરતા હતા. ત્યારે કોંગ્રેસ નેતા વર્ષા ગાયકવાડે કહ્યું કે કોંગ્રેસની વિચારધાર તમામ લોકોને જોડવાની છે, જે પાર્ટીએ ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી હતી. તેમને કહ્યું કે આજે યોજાઈ રહેલી રેલીમાં ન્યાય ગર્જનાની જાહેરાત કરશે, સાથે જ કહ્યું કે આ રેલી એક ઐતિહાસિક રેલી હશે, જેમાં ઈન્ડિયા ગઠબંધનના તમામ સીનિયર નેતા સામેલ થશે.ન્યાય સંકલ્પ પદયાત્રા બાદ રાહુલ ગાંધી તેજપાલ હોલમાં સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સાથે વાતચીત કરશે. તે સિવાય સાંજે યોજાનારી રેલીને પણ સંબોધિત કરશે. આ રેલીમાં ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ શરદ પવાર, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, સીએમ એમ.કે.સ્ટાલિન, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે સહિત તમામ નેતા ભાગ લેશે અને લોકોને એકજૂટ થવાનો સંદેશ આપશે. લોકસભા ચૂંટણી પહેલા યોજાઈ રહેલી આ રેલીને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે.ત્યારે વાત કરીએ ભારત જોડો ન્યાય યાત્રાની તો જાન્યુઆરીમાં શરૂ થયેલી યાત્રા 63 દિવસ સુધી ચાલી. આ દરમિયાન 6600 કિલોમીટરની યાત્રા કરવામાં આવી. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કાઢવામાં આવેલી આ યાત્રા દેશના 15 રાજ્યોના ઓછામાં ઓછા 110 જિલ્લામાંથી પસાર થઈ. આ દરમિયાન રાહુલ ગાંધીએ 15 જનસભા કરી અને 70 સ્થળો પર જનતાને સંબોધિત કર્યા. સાથે જ યાત્રા દરમિયાન લોકોને મળ્યા. આ યાત્રા દ્વારા રાહુલ ગાંધીએ ગ્રાઉન્ડ લેવલ પર જઈને કોંગ્રેસને ફરીથી ઉભી કરવાનો પ્રયત્ન કર્યો છે, જેથી પાર્ટી ફરી એકવાર પોતાનો ખોવાયેલો જનાધાર પરત મેળવી શકે.

Download Our B K News Today App



Related News