સાળંગપુરધામમાં 54 ફૂટની હનુમાનજીની વિરાટ મૂર્તિ થશે સ્થાપિત, 7 km દૂરથી થઇ શકશે દાદાના દર્શન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-22 13:23:54
  • Views : 791
  • Modified Date : 2022-04-22 13:23:54

 

સાળંગપુરમાં 54 ફૂટની વિરાટ મૂર્તિ થશે પ્રસ્થાપિત

1 લાખ 35 હજાર સ્કવેર ફૂટ વિસ્તારમાં પંચધાતુમાંથી બનશે મૂર્તિ

30 હજાર કિલો હશે મૂર્તિનું વજન
 

મોરબીની જેમ હવે બોટાદ સાળંગપુર ખાતે પણ હનુમાનજીની વિરાટ મૂર્તિના દર્શન થાય તો નવાઇ નહિ. જી, હા સાળંગપુરમાં એન્ટર થતા જ 7 કિમી દૂરથી તમને હનુમાન દાદાના દર્શન થઇ જશે.  કારણ કે કષ્ટભંજનદેવ મંદિરના પરિસરમાં 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવનાર છે.  જેનું વજન 30 હજાર કિલો હશે અને પંચધાતુમાંથી મૂર્તિ બનાવવામાં આવશે. હાલ મૂર્તિ બનાવવાનું કામ હરિયાણાના ગુરુગ્રામમાં ચાલી રહ્યું છે. આખો પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આચાર્ય શ્રીરાકેશ પ્રસાદજી અને વડતાલ બોર્ડના સાથ સહકારથી સંતો દ્વારા દાદાની મૂર્તિ પ્રસ્થાપિત કરાશે. આ પ્રોજેક્ટનું 'કિંગ ઓફ સાળંગપુર' નામ આપવામાં આવ્યું છે. ત્યારે જાણીએ કિંગ ઑફ સાળંગપુર પ્રોજેક્ટની વિશેષતાઓ વિશે 

 

કિંગ ઑફ સાળંગપુરની શું છે વિશેષતા
 
સાળંગપુર 
મંદિરની પાછળ 1 લાખ 35 હજાર સ્કવેર ફૂટ વિસ્તારમાં આ પ્રોજેક્ટ આકાર પામશે. 
દક્ષિણ મુખે હનુમાનજીની વિશાળ મૂર્તિ મુકવામાં આવશે. 
62
હજાર સ્ક્વેર ફૂટમાં બે મોટા ગાર્ડન બનાવવામાં આવશે.  
ગાર્ડનમાં એક સાથે 12 હજાર લોકો બેસી શકશે.
11,900
સ્કવેર ફૂટમાં સ્ટેપ વેલ બનાવવામાં આવશે
જ્યાં લાઇટ, સાઉન્ડ અને ફાઉન્ટેનનો રોમાંચ માણી શકાશે
1500
લોકોની ક્ષમતા વાળુ એમ્ફીથિયેટર બનાવવામાં આવશે

 કેવી હશે હનુમાનજીની પ્રતિમા


કષ્ટભંજનદેવ મંદિરના પરિસરમાં 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરાશે
30
હજાર કિલોની પંચધાતુની મૂર્તિ હશે
અંદરનું સ્ટ્રક્ટર સ્ટીલનું બનેલું હશે
ભૂંકપના મોટા ઝાટકાની પણ કોઇ અસર નહી થાય
પંચધાતુની થિકનેસ 7.0mm
5
હજાર વર્ષ સુધી મૂર્તિ અડીખમ રહેશે
3D
પ્રિન્ટર,3D રાઉટર અને CNC મશીનનો કરાશે ઉપયોગ

 


કોણ બનાવી રહ્યું છે હનુમાનદાદાની મૂર્તિ

રાજસ્થાનના નરેશભાઇ કુમાવત મૂર્તિ બનાવે છે
હરિયાણાના માનેસરમાં મૂર્તિ બની રહી છે
6
મહિનાથી બની રહી છે આ મૂર્તિ

 

આ મૂર્તિ ક્યારે બનીને થશે તૈયાર ?

હનુમાન જયંતિ પછી શરુ કરવામાં આવ્યુ છે કામ
3-4
સ્ટેપમાં મૂર્તિ કરવામાં આવશે સ્થાપિત
14
ઑક્ટોબરથી શ્રદ્ધાળુ કરી શકશે દર્શન

 

 

Download Our B K News Today App



Related News