થરાદના ચામુંડાનગર સોસાયટીમાં ગટર ઉભરાતાં ઘરણાની ચીમકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-07 13:54:09
  • Views : 425
  • Modified Date : 2020-08-07 13:54:09

   થરાદ ચામુંડા નગર સોસાયટીમાં ભૂગર્ભ ગટર લીકેજ થવાના કારણે સોસાયટી તરફ જવાના જાહેર રસ્તા પર ગંદા પાણીનો સંગ્રહ થતાં રહીશો ત્રાહિમામ્ પોકારી ઉઠતાં વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર આંખ આડા કાન કરતાં રહીશોએ રોષ વ્યકત કર્યો હતો. ધાનેરામાં ટેલિફોન એક્સચેન્જના પાછળના ભાગે આવેલી મહાલક્ષ્મી સોસાયટી તેમજ ચામુંડા નગર સોસાયટી તરફ જવાના રસ્તા પર છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટરના દુર્ગંધ મારતા ગંદા પાણીનો સંગ્રહ થતો હોવાના કારણે રહીશોએ પાલિકા કચેરીમાં વારંવાર રજૂઆતો કરવા છતાં ગંદા પાણીનો નિકાલ કરવામાં આવતો નથી.ત્યારે 10 જૂન-2020ના રોજ સોસાયટીના રહીશોએ નગરપાલિકા કચેરીમાં લેખિત અરજી આપી જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરના ગંદા પાણીથી થતા રોગચાળા સામે સોસાયટીના રહીશોને કોઈપણ પ્રકારની બીમારી સર્જાશે તો તમામ જવાબદારી પાલિકા તંત્રની રહેશે. આ અંગે રહીશોએ જણાવ્યું હતું કે ‘દિન સાતમાં ગટરના ગંદા પાણીનો નિકાલ કરવામાં નહિ આવે તો સોસાયટીના તમામ રહીશો નગરપાલિકા કચેરી સામે ધરણા ધરી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન છેડશે. નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ પ્રમુખને વારંવાર રજૂઆતો કરવામાં આવેલ હોવા છતાં તેઓને મન પર અસર નહિ થતાં આરોગ્ય વિભાગ, શહેરી વિકાસ મંત્રાલય સચિવ ગાંધીનગર તેમજ શહેરી વિકાસ કમિશ્નર ગાંધીનગરને લેખિત રજુઆત કરાઇ છે.

Download Our B K News Today App



Related News