જનરલ હોસ્પિટલમાં કોવિડ સમર્પિત પૂર્ણ કક્ષાની ફ્લુ ઓપીડી શરૂ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-25 11:54:13
  • Views : 449
  • Modified Date : 2020-09-25 11:54:13

        કોરોના અને ફ્લુનાં લક્ષણોમાં સામ્યતા હોવાથી સામાન્ય શરદી,તાવ ,ખાંસીગ્રસ્ત લક્ષણો ધરાવતા દર્દીઓ માટે રેપીડ એન્ટીજન ટેસ્ટ સહિત પૂર્ણ કક્ષાની ફ્લુ ઓપીડી ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં કલેકટરની સુચના મુજબ શરુ કરવામાં આવી છે.હોસ્પિટલનાં ચીફ મેડિકલ સુપ્રિ. ડો. એન.એન.ભાદરકા તથા સિવિલ સર્જન ડો. કશ્યપ બુચનાં જણાવ્યા અનુસાર ઓપીડી ગેટ પાસે અગાઉ કાર્યરત કેન્ટીનનાં સ્થળ ઉપર આ ઓપીડી કાર્યાન્વિત કરવામાં આવી છે. જેમાં ફ્લુનાં દર્દીઓમાં તાત્કાલિક નિદાન ઉપરાંત કોરોનાની સંભવિત અસર ચકાસવા સ્થળ ઉપર જ રેપીડ એન્ટીજન ટેસ્ટ કરી આપવામાં આવશે. ટેસ્ટ દરમિયાન કોરોના જણાય તો હોમ અઈસોલેશન કે જી.કે.ની કોવીડ હોસ્પિટલમાં દાખલ થવા અંગેનું માર્ગદર્શન તેમજ લેવાની થતી કાળજી અંગે સલાહ- પરામર્શ અપાય છે તેમજ જરૂરી દવા વિનામૂલ્યે અપાય છે.આસિસ્ટન્ટ કલેકટર મનીષ ગુરવાણીએ ઓપીડીની મુલાકાત લઇ સંતોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોનાના સમયકાળથી જ અલાયદી ફ્લુ ઓપીડી શરુ કરવામાં આવી હતી. પરંતુ, તેમાં સુધારા-વધારા કરી સંપૂર્ણ સર્વાંગ ફ્લુ ઓપીડી જિલ્લા આરોગ્ય વિભાગના સહયોગમાં કરવામાં આવી છે. દૈનિક ૬૦થી ૭૦ દર્દીઓનું નિદાન- સારવાર કરવામાં આવે છે. વધુને વધુ દર્દીઓને નિદાન કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News