સુરતમાં અમેરિકાની કંપનીના બ્રાન્ડેડ માસ્કના નામે નકલી માસ્ક વેચતા પિતા-પુત્ર ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-04 16:51:35
  • Views : 390
  • Modified Date : 2020-09-04 16:51:35

      અમેરિકાની કંપનીના બ્રાંડેડ માસ્કના નામે નકલી માસ્કનું સસ્તામાં પુણા વેચાણ કરતા પિતા-પુત્રને પોલીસે દબોચ્યા છે. ઇન્ડિયા માર્ટ પર ફેશનવીલાના નકલી નામથી વેચતા હતા. કંપની વતી લીગલ ડિપાર્ટમેન્ટ સંભાળતા ગોરધન રાજપુતે ઠગોને ઓન લાઈન 3500 માસ્કનો ઓર્ડર આપ્યો હતો.ઠગોએ તે માસ્ક લેવા માટે પુણામાં કડોદરા રોડ પર વકિલ વાડી પાસે ટાઇમ સ્ક્વેર પાસે રોડ પર બુધવારે સાંજે બોલાવ્યો હતો. ત્યારે પુણા પોલીસે છટકું ગોઠવ્યું હતું. સાંજે ચંદુ વિરજી રામોલિયા અને તેનો દીકરો ધ્રુતિશ રામોલિયા( બંને રહે.અભિનંદન રેસિડેન્સી, ઉત્રાણ)ને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી કબજે કરેલ માસ્કની કિંમત 3.46 લાખ રૂપિયા બતાવી છે.

Download Our B K News Today App



Related News