રાણકપુર નજીક નેશનલ હાઇવે પર ડીઝલ ભરેલું ટેન્કર પલટ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-13 13:25:55
  • Views : 464
  • Modified Date : 2020-08-13 13:25:55

   કાંકરેજ તાલુકાના રાધનપુર-પાલનપુર નેશનલ હાઇવે રોડ પર આવેલ રાણકપુર નજીક ટેન્કર નંબર આરજે-14-જીજે-1133 રિલાયન્સ કંપનીનું ડીઝલ ભરીને જતું હતું. ત્યારે અચાનક ટેન્કર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર રોડની સાઇડમાં પલ્ટી ખાઇ ગયું હતું. તેને જોવા લોકોના ટોળેટોળા ઉમટયા હતા. સદનસીબે આ અક્સ્માતમાં ડ્રાઇવર-કંડકટરનો આબાદ બચાવ થયો હતો. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને ટેન્કરને ઉભું કરવા માટે પ્રયાસ હાથ ધરાયા હતા.

Download Our B K News Today App



Related News