દિલ્હીથી લંડન જઇ રહેલી બ્રિટિશ એરવેઝની એક ફ્લાઈટે ટેકઓફ કર્યાના થોડા જ સમયમાં દિલ્હી પરત ફરવુ પડ્યુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-23 15:21:01
  • Views : 109
  • Modified Date : 2023-12-23 15:21:01

એરપોર્ટના એક અધિકારીના જણાવ્યા અનુસાર લંડન જતી બ્રિટિશ એરવેઝની ફ્લાઈટનું આગ લાગવાની આશંકાના પગલે ટેકઓફ બાદ તરત જ ઇમરજન્સી લેન્ડિંગ કરાયુ હતુ. થોડી જ વારમાં ફ્લાઇટ નવી દિલ્હીમાં પરત આવી ગઈ હતી.મળતી માહિતી મુજબ બ્રિટિશ એરવેઝની ફ્લાઈટ BA-142એ નવી દિલ્હી એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. આ ફલાઇટ લંડનના હીથ્રો જઇ રહી હતી.અધિકારીઓએ આપેલી જાણકારી અનુસાર ફ્લાઈટનું સવારે 10.26 કલાકે નવી દિલ્હીમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ થયું હતુ. લગભગ 10.55 કલાકે ઈમરજન્સી હટાવી લેવામાં આવી હતી. જો કે હજુ સુધી આ મામલે એરલાઈન્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.   ફ્લાઈટમાં આગ લાગવાનો કિસ્સો સામે આવ્યો હતો. જો કે, વિમાનની જાળવણી પ્રક્રિયા દરમિયાન ભીષણ આગ લાગી હતી. જેને સમયસર નિયંત્રણમાં લઇ લેવામાં આવી હતી. આ ઘટના દિલ્હીના IGI એરપોર્ટ પર બની હતી.તો બીજી તરફ ઢાકાથી મસ્કત જતી સલામ એરની ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ.  એક પેસેન્જરને અચાનક છાતીમાં દુખાવો ઉપડવાની ફરિયાદ કરી હતી. જે પછી અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયુ હતુ. ફ્લાઇટ ઢાકાથી વહેલી સવારે ઉપડી હતી. લગભગ 2 કલાક પછી ફ્લાઇટ અમદાવાદ નજીક હતી ત્યારે પેસેન્જરે છાતીમાં દુખાવો થતો હોવાનું કહી બૂમાબૂમ કરી મુકી હતી.

Download Our B K News Today App



Related News