અંબાજી કૈલાસ ટેકરી નજીક ડમ્પરની ટક્કર વાગતાં બાઈકચાલકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-10 17:49:07
  • Views : 482
  • Modified Date : 2020-08-10 17:49:07

    અંબાજીની કૈલાસ ટેકરી આગળ શુક્રવારે હાઇવે પર પસાર થઇ રહેલા બાઇક ચાલક અને ડમ્પર વચ્ચે ટક્કર સર્જાતા બાઇકચાલકનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર થઇ જતાં મૃતક બાઇક ચાલકના ભાઇએ ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજસ્થાનના આબુરોડના પાબા સણવાફળી ખાતે રહેતા પેમારામ લીંબારામ પરમાર તેમનું બાઇક નંબર જીજે-08-એબી-3404 લઇ અંબાજીની કૈલાસ ટેકરી નજીકથી શુક્રવારે પસાર થઇ રહ્યા હતા. તે સમયે સામેથી આવી રહેલા ડમ્પર નંબર જીજે-08-વાય-7584 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બાઈક ચાલક પેમારામનું મોત નિપજતા ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ મૃતક પેમારામના પરિવારજનોને થતા મૃતક પેમારામના ભાઇ મગનારામ લીંબારામ પરમારએ ડમ્પર નંબર જીજે-08-વાય-7584 ના ફરાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News