રૂલ લેવલ જાળવવા હાલોલના દેવ ડેમમાંથી 964.80 ક્યૂસેક પાણી છોડાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-23 12:55:50
  • Views : 301
  • Modified Date : 2020-08-23 12:55:50

    ઉપરવાસમાં વરસાદ અટકતા હાલોલ તાલુકાના દેવ ડેમમાં પાણીની આવક ઘટી છે. વડોદરા સિંચાઇ વર્તુળ દ્વારા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષને ઉપરોક્ત જાણકારી આપવાની સાથે જણાવવામાં આવ્યું છે કે, તકેદારીના રૂપમાં અને ડેમનું જળ સ્તર રૂલ લેવલે જાળવી રાખવા હાલમાં ડેમના બે દરવાજા નં.4 અને 5 આંશિક 15 સેમી ખોલીને 964.80 ક્યૂસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. અગાઉ આ દરવાજા 30 સેમી જેટલા ખુલ્લા રાખીને 1932.43 ક્યૂસેક વધારાના પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો હતો. ચેતવણીના સ્તરને ધ્યાનમાં રાખીને આ ડેમ ખાતે રૂલ લેવલ જાળવવાની તકેદારી સતત લેવામાં આવી રહી છે.જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે વાઘોડિયા મામલતદારને તાલુકામાં અને ખાસ કરીને નદી કાંઠાના ગામોમાં સંપૂર્ણ સાવચેતી રાખવા અને જરૂર પડ્યે તકેદારીના તમામ પગલાં લેવા સૂચના આપી છે. દેવ કાંઠાના તમામ ગામોના લોકોને નદી કાંઠે ન જવા, નદી કાંઠા પર રોકાણ ન કરવા અને ઢોરઢાંખરને સલામત રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News