90ના દાયકાની સુપરસ્ટાર સીરીયલની હવે બનશે ફિલ્મ, બજેટ અધધ કરોડોમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-18 12:58:23
  • Views : 265
  • Modified Date : 2022-06-18 12:58:23


લોકપ્રિય શો ફરીથી જોવા મળશે 
શક્તિમાન ટીવી શો 90ના દાયકામાં સૌથી વધુ લોકપ્રિય રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી એવી ખબર આવી રહી છે કે નિર્માતા મુકેશ ખન્ના તેના પર ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. લાંબા સમય બાદ મુકેશ ખન્નાએ શક્તિમાન ફિલ્મને લઇને મોટો ખુલાસો કર્યો છે. રિપોર્ટ અનુસાર મુકેશ ખન્નાએ કહ્યું છે કે, તેઓ શક્તિમાનને મોટા હાઈ બજેટ સાથે મોટા પડદા પર લાવશે. મુકેશ ખન્નાએ એક વેબસાઈટ સાથે વાત કરતા કહ્યું છે કે, તેઓ શક્તિમાન શોને ટીવી પર નહીં પણ ફિલ્મના માધ્યમથી દર્શકો સામે લાવવા માંગે છે. મુકેશ ખન્નાએ કહ્યું કે આ શક્તિમાન પ્રોજેક્ટ ઘણા વર્ષો પછી મારી પાસે આવ્યો છે.


સોની બનાવશે ફિલ્મ 
ઘણાએ મને સલાહ આપી હતી કે આના પર શક્તિમાનની બીજી સીઝન બનાવવી જોઈએ. તે ઉમેરે છે કે મેં તેને સોની વાળા સાથે બનાવવાનું નક્કી કર્યું છે. તેમણે જાહેરાત પણ કરી દીધી છે. આ બહુ મોટી ફિલ્મ છે. અંદાજીત 300 કરોડની નજીક છે.


શક્તિમાન સંપૂર્ણપણે દેશી હશે
હાલ તો તેના વિશે વધુ કંઈ કહી શકાય તેમ નથી. મુકેશ ખન્નાએ એમ પણ કહ્યું હતું કે તેમણે શરત મૂકી છે કે વાર્તામાં ફેરફાર નહીં થાય. મુકેશ ખન્નાએ પોતાની રીતે સ્ટોરી તૈયાર કરી છે. શક્તિમાન કોણ બનશે તેવા સવાલના જવાબમાં મુકેશ ખન્નાએ કહ્યું હતું કે, જો કોઈ બીજું શક્તિમાન બનશે તો દેશ તેને સ્વીકારશે નહીં. આ ફિલ્મ સ્પાઇડર મેન જેણે બનાવ્યું તે મેકર્સ આ ફિલ્મ બનાવી રહ્યા છે. પરંતુ આપણું શક્તિમાન સંપૂર્ણપણે દેશી હશે. 
 


 


 


Download Our B K News Today App



Related News