દેશના 9 મુસ્લિમ સંગઠનોએ કહ્યું- ચીનની વેક્સિનમાં પોર્ક જિલેટિનનો ઉપયોગ થયો, અમે તેને નહિ મૂકાવીએ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-24 13:12:30
  • Views : 478
  • Modified Date : 2020-12-24 13:12:30

    કોરોના વેક્સિનમાં પોર્ક જિલેટિનનો વિવાદ વધી રહ્યો છે. દેશના નવ મુસ્લિમ સંગઠનોએ કહ્યું છે કે ચીનમાં બનનારી વેક્સિન અમે નહિ મૂકાવીએ. આ બાબતે તેમણે એક ફતવો બહાર પાડ્યો છે. આ અંગે એવી ચર્ચા છે કે કેટલીક વેક્સિનમાં પોર્ક જિલેટિન એટલે કે ભૂંડની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈસ્લામમાં પોર્કમાંથી બનવવામાં આવેલી કોઈ પણ વસ્તુને હરામ માનવામાં આવે છેતાજેતરમાં UAEના અગ્રણી ઈસ્લામી સંગઠન ફતવા કાઉન્સિલે કોરોના વાઈરસની વેક્સિનમાં પોર્કનું જિલેટિન હોવા છતાં તેને યોગ્ય ગણાવી હતી. બીજી તરફ દેવબંધ દારૂલ ઉલૂમના મીડિયા કન્વીનર અશરફ ઉસ્માનીએ જણાવ્યું કે વેક્સિનને લઈને અત્યાર સુધીમાં કોઈ પણ ઓફિશયલ નિવેદન સંસ્થા તરફથી આપવામાં આવ્યુ નથી. તેમણે જણાવ્યું કે દારૂલ ઉલૂમમાં હાલ રજાઓ ચાલી રહી છે.

    ઘણી કંપનીઓએ પોર્ક-ફ્રી એટલે કે ભૂંડાના જિલેટિનના ઉપયોગ કર્યા વગર તેને બનાવવામાં આવી હોવાનો દાવો કર્યો છે. ફાઈઝર, મોડર્ના અને એસ્ટ્રાજેનેકાએ નોટિસ બહાર પાડીને જણાવ્યું છે કે તેમની વેક્સિનમાં પોર્ક જિલેટિનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ કંપનીઓએ કહ્યું છે કે વેક્સિનનો ઉપયોગ કોઈ પણ કરી શકે છે.આ પ્રકારની ચર્ચા ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ હતી. જ્યારે ઈન્ડોનેશિયન ડેપ્લોમેટ અને ઈસ્લામિક ધર્મગુરુ કોરોના વેક્સિનની ચર્ચા કરવા માટે ચીન પહોંચ્યા હતા. આ ગ્રુપ ઈન્ડોનેશિયાના લોકો માટે વેક્સિનની ડીલ ફાઈનલ કરવાના હેતુંથી પહોંચ્યું હતું. અહીં વેક્સિન તૈયાર કરવાની રીતો વિશે માહિતી મળ્યા પછી ધર્મગુરુઓએ આ અંગે સવાલ કરવાનું શરૂ કર્યું.


Download Our B K News Today App



Related News