એપ્રિલ-ઓક્ટોબરમાં સોનાની આયાત ૯ ટકા સુધી ઘટી ગઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-25 12:48:17
  • Views : 465
  • Modified Date : 2019-11-25 12:48:17


ભારતમાં સોનાની આયાતમાં ઘટાડો થયો છે. એપ્રિલ-ઓક્ટોબરના ગાળા દરમિયાન સોનાની આયાતમાં નવ ટકા સુધીનો ઘટાડો થયો છે. આની સાથે જ સોનાની આયાત આ ગાળા દરમિયાન ૧૭.૬૩ અબજ ડોલર અથવા તો ૧.૨૫ લાખ કરોડની રહી છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં આ ગાળા દરમિયાન સોનાની આયાતમાં નોંધપાત્ર ઘટાડો થઇ ચુક્યો છે. વાણિજ્ય મંત્રાલયના ડેટામાં આ અંગેની વાત કરવામાં આવી છે. આવી જ રીતે ૨૦૧૮-૧૯ના ગાળા દરમિયાન સોનાની આયાતનો આંકડો ૧૯.૪ અબજ ડોલરનો રહ્યો હતો. સોનાની આયાતમાં ઘટાડો થતાં દેશની વેપાર ખાધમાં અંતરને દૂર કરવામાં મદદ મળશે. ૨૦૧૯-૨૦ના 

એપ્રિલ-ઓક્ટોબરના ગાળા દરમિયાન દેશની વેપાર ખાધ ૯૪.૭૨ અબજ ડોલર રહી હતી જે અગાઉના નાણાંકીય વર્ષના આજ ગાળામાં ૧૧૬.૧૫ અબજ ડોલર રહી હતી. આ વર્ષે જુલાઈ મહિના બાદથી સોનાની આયાત નેગેટિવ ગ્રોથમાં જાવા મળી રહી છે. જા કે, ઓક્ટોબર મહિનામાં ગ્રોથ ૫ ટકા વધીને ૧.૮૪ અબજ ડોલર થયો હતો. ભારતને સોનાના સૌથી મોટા આયાતકાર  તરીકે ગણવામાં આવે છે. જ્વેલરી ઇન્ડસ્ટ્રીની માંગના પરિણામ સ્વરુપે સોનાની આયાત સૌથી વધારે રહે છે. વોલ્યુમની દ્રષ્ટિએ દેશમાં વાર્ષિકરીતે ૮૦૦થી ૯૦૦ ટનની સોનાની આયાત કરવામાં આવે છે. 

ટ્રેડ ડેફિસિટ અને સીએડી ઉપર સોનાની આયાતની અસરને ઘટાડવા માટે સરકારે આ વર્ષના બજેટમાં સોના પર આયાત ડ્યુટીને ૧૦ ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરી હતી. ઇન્ડસ્ટ્રી નિષ્ણાતોના કહેવા મુજબ સેક્ટરમાં બિઝનેસ મેન્યુફેક્ચરિંગ બેઝમાં શિફ્ટ થતાં તેની અસર પણ જાવા મળી રહી છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉÂન્સલે આયાત ડ્યુટીમાં કાપ માટે રજૂઆત કરી છે. જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસમાં બે ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે.


Download Our B K News Today App



Related News