ગુજરાત યુનિવર્સિટીના 9,236 વિદ્યાર્થીઓને ખાસ પદવીદાન સમારોહમાં ડિગ્રી મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-02 12:40:27
  • Views : 340
  • Modified Date : 2020-09-02 12:40:27

        ગુજરાત યુનિ.નો ખાસ પદવીદાન સમારોહ ઓનલાઇન યોજાયો હતો. જેમા વિવિધ વિદ્યાશાખાના 9236 વિદ્યાર્થીઓને પદવી એનાયત થઇ છે. શૈક્ષણિક વર્ષમાં પરીક્ષા પાસ કરી ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ કે જે મુખ્ય પદવીદાન સમારોહમાં પદવી પ્રાપ્ત નથી કરી શક્યા તેમને પદવી પ્રાપ્ત કરવાનો મોકો આ પદવીદાન સમારોહમાં મળે છે. જો કે કોરાનાને કારણે ફેસબુક અને યુટ્યુબ જેવા માધ્યમ પર પદવીદાન થયું હતું. જેમાં કુલપતિ હિમાંશુ પંડ્યા, ઉપકુલપતિ જગદીશ ભાવસાર તેમજ વિવિધ વિદ્યાશાખાના ડીન હાજર રહ્યા હતા.કુલપતિ હિમાંશુ પંડ્યાએ કહ્યું હતું કે, શિક્ષણની જે નવી રાષ્ટ્રીય નીતિ જાહેર કરવામાં આવી છે તેમાં ડિગ્રી કરતાં લર્નિંગને વધુ મહત્વ અપાયું છે. આ યોગ્ય સમય છે જેના માટે નવી શિક્ષણ નીતિનો અભ્યાસ કરો. વિદેશ તરફ કરિયર બનાવવા જતા વિદ્યાર્થીઓ માટે ભારત નવું પ્લેટફોર્મ છે. વિદેશથી ભણી તેનો અનુભવ આપણા દેશને આપે એ પણ જરૂરી છે. પદવીદાનમાં વિનયમાં 1805, વિજ્ઞાનમાં 897, ઈજનેરીમાં 52, કાયદામાં 681, તબીબીમાં 2,004, વાણિજ્યમાં 3,101, દંત વિજ્ઞાનમાં 263, ફાર્મસીમાં 21, શિક્ષણમાં 411 એમ કુલ 9236 વિદ્યાર્થીઓને પદવી એનાયત થઇ હતી. જે વિદ્યાર્થીઓને પોસ્ટ મારફતે ઘરે પહોંચાડાશે.હિમાંશુ પંડ્યાએ કહ્યું હતું કે, લગભગ એક જ મહિનામાં ઇન્ડિયન આર્મી, આર્મી ડિઝાઇન બ્યુરો, ટેકનોલોજી બોર્ડ, યુનાઇટેડ નેશન, યુનિસેફ, ફાર્મસી વગેરેની રિસર્ચ ડેવલપમેન્ટ પ્રવૃત્તિ કેમ્પસમાં શરૂ થવા જઈ રહી છે.

Download Our B K News Today App



Related News