ચીનમાં કોરોના બેકાબૂ વધુ ૮૯ લોકોના મોતથી ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-10 15:52:23
  • Views : 415
  • Modified Date : 2020-02-10 15:52:23

ચીનમાં કોરોના બેકાબૂ  વધુ ૮૯ લોકોના મોતથી ચકચારબેજિંગ

ચીનમાં કોરોનો વાયરસના કારણે ૮૯ લોકોના મોત થતાં મોતનો આંકડો વધીને ૮૧૫ ઉપર પહોંચી ગયો છે. આની સાથે જ આ વાયરસના કારણે મોતનો આંકડો હવે વર્ષ ૨૦૦૩માં આતંક મચાવનાર સાર્સ કરતા પણ ઉપર પહોંચી ચુક્યો છે. ૨૦૦૩માં સાર્સના કારણે પણ ૭૭૪ લોકોના મોત થયા હતા અને ૮૦૦૦થી વધુ લોકો અસરગ્રસ્ત થયા હતા. એકબાજુ કોરોના વાયરસના કારણે વૈશ્વિક સ્તર પર મોતનો આંકડો ૨.૨ ટકા છે જ્યારે સાર્સના કારણે આ આંકડો પ્રમાણમાં ઓછો રહ્યો હતો. થાઈલેન્ડ, ફ્રાંસ, સિંગાપોર સહિતના દેશોમાં વાયરસના ૪૦ નવા કેસ સપાટી ઉપર આવી ચુક્યા છે. બીજી બાજુ ચીનના નેશનલ હેલ્થ કમિશને જાહેરાત કરી છે કે, કોરોના વાયરસથી મોતનો આંકડો વધીને હવે ૮૧૫ ઉપર પહોંચ્યો છે જ્યારે અસરગ્રસ્તોની સંખ્યા ૩૭૧૯૮ સુધી પહોંચી ગઈ છે. કોરોના વાયરસના કારણે અલગથી હોÂસ્પટલ બનાવી દેવામાં આવ્યા છે. ચીન સરકાર દ્વારા વાયરસના ફેલાવાને રોકવા માટે બનતા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.  દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસો સપાટી પર આવી રહ્યા છે જે સાબિત કરે છે કે કઇ રીતે આ વાયરસે આતંક મચાવી દીધો છે.ચીનમાં ખતરનાક સાબિત થઇ રહેલા કોરોના વાયરસના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. ચીનમાં સાવેચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં હવે કોરોના વાયરસ બેકાબુ છે. કોરોના વાયરસના કારણે ચીનમાં જે વિસ્તારો  સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે. સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં યુબેઇ પ્રાંત છે. ચીનના જુદા જુદા શહેરોમાં ૬ કરોડથી વધારે લોકો હાલ નિરીક્ષણ હેઠળ રાખવામાં  આવ્યા છે.કોરોના  વાયરસને લઇને ઇન્ફેક્શન દુનિયાના 



Download Our B K News Today App



Related News