મીઠાના મુવાડા પાસે કારમાંથી દારૂની 804 બોટલ ઝડપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-18 15:07:53
  • Views : 410
  • Modified Date : 2020-08-18 15:07:53

   દહેગામ તાલુકામાં મીઠાના મુવાડા ગામ પાસે કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. જોકે, કાર ચાલક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પીએસઆઈ એ. જે. શાહ ટીમ સાથે સોમવારે સવારે વાહન ચેકિંગમાં હતા ત્યારે કોન્સ્ટેબલ શિવાભાઈ છબાભાઈને દારૂની હેરાફેરી અંગે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવતા બાયડ બાજુથી કાર આવી રહી હતી. તેને રોકવા માટે ઈસારો કરતાં કાર ચાલકે ગાડી દહેગામ તરફ ભગાડી હતી. જેથી પોલીસે તેનો પીછો કરે તે પહેલાં કાર દૂર નીકળી ગઈ હતી. પોલીસની ટીમ તે દિશામાં જતા મીઠાના મુવાડા ગામના પાટીયા પાસે ગાડી બીન વારસી હાલતમાં મળી આવી હતી. પોલીસે ગાડીમાં ચેક કરતાં વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા. જેને પગલે પોલીસે 84,660ની કિંમતના કુલ 804 નંગ બોટલ-ટીનનો જથ્થો અને 5 લાખની કિંમતની ગાડી જપ્ત કરી હતી.

Download Our B K News Today App



Related News