વાઈલ્ડલાઈફ કેર સેન્ટર પર લૉકડાઉન દરમિયાન 800 વન્ય પશુ-પક્ષીઓ રેસ્ક્યુ કરાયાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-07 16:06:36
  • Views : 375
  • Modified Date : 2020-10-07 16:06:36

        વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર’ના અધિકારી અંકિત ગઢવીના જણાવ્યા મુજબ, લોકડાઉન દરમિયાન 800 વન્યપ્રાણી-પક્ષી રેસ્ક્યુ કરાયા છેહાલમાં રાજ્યમાં વન્યજીવ સપ્તાહ 2020ની ઉજવણી થઈ રહી છે ત્યારે વન્યજીવોની સુરક્ષા તેમજ તેમના રેસ્ક્યુ ઓપરેશન માટે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલ ‘વાઇલ્ડલાઇફ કેર સેન્ટર’ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાંથી આવતાં રેસ્કયૂ કોલને આધારે વન્ય જીવોને હાનીમાંથી ઉગારવાનું કામ કરે છે‘વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર’માં કુલ 07 રેસ્ક્યુઅર્સ તૈનાત છે.‘વાઇલ્ડલાઇફ કેર સેન્ટર’માં વન વિભાગની બે રેસ્કયુ વાન સાથે ટ્રાંક્વિલાઇઝર ગન સહિતના સાધનો ઉપલબ્ધ રહે છે. ઉપરાંત ઓ.પી.ડી. અને ઓપરેશન થિયેટર ઉપલબ્ધ છે જ્યાં વન્યજીવોની તબીબી સારવાર-શસ્ત્રક્રિયા કરી શકાય છે. અહીં સરીસૃપ (રેપ્ટાઈલ), હેવી એનિમલ્સ અને પક્ષીઓની સારવાર શક્ય છે. વન્યજીવોના કેરટેકર તરિકે એક વેટનરી ડૉક્ટર (પશુચિકિત્સક) અને બે સહાયક કાર્યરત રહે છેબીટ ગાર્ડ સુરેશ ગોલતરના જણાવ્યા મુજબ, મેટિંગ સિઝનમાં વાનરોના રેસ્ક્યુ કોલની સંખ્યા વધતી હોય છે. ઘણીવાર આલ્ફા મેલ વાનરના લોકો સાથેના સંઘર્ષના બનાવ બને છે તો ક્યારેક મંકી બાઇટના બનાવ બને છે. કુતરાના કરડવાથી વાનરના ઘાયલ થવાના કિસ્સા પણ બનતા રહે છે. મોર અને કાળીયાર ઘાયલ થવાના કિસ્સામાં પણ ‘ડોગ-બાઇટ’ઇજાનું મુખ્ય કારણ છે.

Download Our B K News Today App



Related News