ભાભર માર્કેટયાર્ડમાં 800 બોરી લીંબોળીઓની આવક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-11 17:47:00
  • Views : 624
  • Modified Date : 2020-07-11 17:47:00

 ભાભર, સુઇગામ અને વાવ તાલુકાના ખેડૂતોએ ખેતરના શેઢા પર ઉગેલા લીમડાની લીંબોળી ભેગી કરીને તેનામાંથી આવક મેળવવાનું શરૂ કરી કપરા સમયમાં પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે. સરહદી વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં લીંબોળીઓની આવક થતાં શુક્રવારે ભાભર માર્કેટયાર્ડમાં અંદાજે 800 બોરીની બમ્પર આવક થઇ હતી. જેના કારણે માર્કેટયાર્ડમાં લીંબોળીઓના ઢગલે-ઢગલા જોવા મળી રહ્યા છે. લીંબોળીઓના ભાવ એક મણના 250 થી 280 સુધી લીંબોળીઓના ભાવ બોલાય છે. જેથી વાવ, સુઇગામ અને ભાભર તાલુકાના ખેડૂતો આવક મેળવતા જોવા મળ્યા છે. 

Download Our B K News Today App



Related News