પાલનપુર જિલ્લામાં કોરોનાના વધુ 8 કેસ, કુલ કેસ 939

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-13 13:55:57
  • Views : 1282
  • Modified Date : 2020-08-13 13:55:57

    બનાસકાંઠામાં કોરોનાના વધુ 8 નોંધાયા છે. સરકારી લેબમાં માત્ર 2 પોઝિટિવ હોવાનું જ્યારે ડીસાની પ્રાઇવેટ લેબમાં 6 જણા કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. નવા દર્દીઓમાં ડીસામાં7 જ્યારે પાલનપુરમાં 1 જ છે.પાલનપુર ડીસા અને ખાનગી હોસ્પિટલમાં રોજે રોજ દર્દીઓ ડિસ્ચાર્જ થતા હોવા છતાં ડિસ્ચાર્જ દર્દીઓના આંકડાઓ આપવામાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં પોઝિટિવ દર્દીઓના મોત થવા છતાં વિગતો છુપાવવામાં આવી રહી છે. સરકારની ઓફિશિયલ વેબસાઈટમાં પણ લેટેસ્ટ આંકડાઓ અપડેટ કરવામાં સ્થાનિક આરોગ્ય તંત્રની લાપરવાહી છતી થઈ રહી છે.

Download Our B K News Today App



Related News