રાજસ્થાનના ઉપરવાસમાં વરસાદ થતાં દાંતીવાડા ડેમમાં 8 ફૂટ અને સિપુમાં 3 ફૂટ પાણીની આવક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-16 14:14:08
  • Views : 1733
  • Modified Date : 2020-08-16 14:14:08

   રાજસ્થાનના ઉપરવાસમાં બે દિવસથી ધોધમાર વરસાદ પડતો હોઇ બનાસકાંઠાના સિપુ અને દાંતીવાડા ડેમમાં નવી પાણીની આવક થઇ છે. સીપુ ડેમમાં 3 ફૂટ પાણીની આવક થતાં હાલ સપાટી 566.89 ફૂટ નોંધાઇ છે.જ્યારે દાંતીવાડા ડેમમાં 9 ફૂટ પાણીની આવક થતાં સપાટી 540 ફૂટ નોંધાઈ છે. સિપુ ડેમમાં બે દિવસમાં 3 ફૂટ પાણીનો વધારો થયો છે. દાંતીવાડા ડેમમાં 5605 ક્યુસેક પાણીની આવક સીઝનમાં પ્રથમ વાર નોંધાઇ છે. આ પાણીની આવક શુક્રવારના સવારના સમયે શરૂ થઇ હતી. સિપુ ડેમમાં 3 ફૂટ તેમજ દાંતીવાડા ડેમમાં 8 ફૂટ પાણીની આવકથી જુલાઇ મહિના બાદ ઓગસ્ટ મહિનામાં પ્રથમવાર બંને ડેમમાં નવા પાણી ઉમેરાયા છે.

Download Our B K News Today App



Related News