અમદાવાદની અલગ અલગ બેંકોમાં રૂ. 8.82 લાખની નકલની નોટ ઘૂસાડાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 04:59:12
  • Views : 512
  • Modified Date : 2019-04-20 04:59:12

 અમદાવાદ : ભારતીય અર્થતંત્રને તોડી પાડવાનું કાવતરું ઝડપાયું છે. અમદાવાદ શહેરની અલગ અલગ બેંકોમાં 2762 નકલી નોટો જમા કારાવાઇ છે. પ્રાપ્ત અહેવાલો મુજબ કુલ 8.82 લાખની ડુપ્લીકેટ નોટો બેંકમાં ઘૂસાડાઇ છે તો કેટલીક રદ્દ થયેલી નોટો પણ મળી આવી છે. આ કૌભાંડની જાણ થતાં જ તમામ બેંકોમાં આવેલી નોટો પોલીસ દ્વારા કબજે કરાઇ છે.આ કૌભાંડની તપાસ હાથ ધરવા માટે થઈને એસઓજી ક્રાઇમે ગુનો નોંધ્યો છે. આ નોટો અમદાવાદની બેંકોમાં છેલ્લા ત્રણ મહિનામાં આ નોટો જમા કરાવાઇ છે. જમા થયેલી નોટોમાં બે હજારના દરની 197, રૂ.500ના દરની 247 તેમજ રૂ. 200ના દરની 127,રૂ. 100ના દરની 1799, રૂ. 50ના દરની 137,રૂ. 20ના દરની 5, રૂ. 10ના દરની એક. નોટ મળી આવેલી છે. આ ઉપરાંત રદ થયેલ 1000ની 34 અને 500ની રદ્દ થયેલી 240 નોટો મળી આવી છે.

એસઓજી ક્રાઇમમાં દાખલ થયેલા ગુના મુજબ શહેરની પ્રાઇવેટ અને સરકારી બેંકોમાંથી આ નોટો મળી આવી છે. પોલીસે આ કૌભાંડમાં ભારતીય અર્થતંત્રને તોડી પાડવાનો ગુનો દાખલ કરાયો છે. કબ્જે થયેલી નોટો આગામી સમયમાં એફ.એલ.માં પણ મોકલવામાં આવશે અને તેની સાયન્ટિફિક તપાસ પણ કરવામાં આવશે

Download Our B K News Today App



Related News