ભાભર-થરા રોડ પરથી 71 હજારનો દારૂ ભરેલી કાર ઝડપાઇ, આરોપી ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-11 12:15:13
  • Views : 586
  • Modified Date : 2020-07-11 12:15:13

ભાભર પી.એસ.આઇ. તેમના સ્ટાફ સાથે શુક્રવારે ભાભરના જાસનવાડા ગામના બસ સ્ટેશન પાસે ઉભા હતા. તે દરમ્યાન ભાભર તરફ થરાદ તરફ જતી એક સ્વીફ્ટ કાર શંકાસ્પદ લાગતાં તે ગાડીનો પીછો કરતા કપરૂપુર ઉંડાઇ આડવટ પાસે ચાલકે કારને રોડની સાઇડમાં ઉતારી ઉભી કરી દઇને નાસી છુટ્યો હતો. જ્યારે પોલીસે કાર(જીજે-01-આરજે-2457)ની તલાસી લેતાં ગાડીમાંથી પરપ્રાંતીય દારૂ બિયર બોટલ નંગ 719 કિંમત રૂ.71,900 તથા કબ્જે લઇ ફરાર અજાણ્યા શખસો વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News