અમદાવાદમાં સવારે 6 વાગ્યાથી રાતના 11 સુધી AMTSના 149 રૂટ પર 700 અને BRTSના 13 રૂટ પર 222 બસો દોડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-09 16:07:28
  • Views : 357
  • Modified Date : 2020-09-09 16:07:28

      કોરોના મહામારીમાં અનલોક શરૂ થતાં જ AMTS અને BRTS બસ સેવા શરૂ કરવામાં આવી હતી. કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં 50 ટકા જ બસો દોડાવવામાં આવી હતી. આવતીકાલે ગુરુવારથી રાબેતા મુજબ તમામ બસો દોડવા લાગશે. સવારે 6થી રાતે 11 વાગ્યા સુધી 149 રૂટ પર 700 બસો દોડશે. તેમજ BRTSના 13 રૂટ પર 222 બસો દોડતી થઈ જશે. જો કે AMTSની બસ જ્યાંથી ઉપડશે ત્યાંથી જ બસમાં મુસાફરોને લેવામાં આવશે. વચ્ચે ક્યાંય બસ ઉભી રહેશે નહીં એટલે કે વચ્ચેથી કોઈ મુસાફરોને લેવામાં આવશે નહીં. માત્ર 50 ટકા જ મુસાફરો બેસી શકશે.રાજ્યમાં અનલોક-1 સાથે ત્રણ મહિના પહેલાથી એસટી, AMTS અને BRTS સેવાઓ શરૂ થઈ હતી. જેમાં કોરોનાના કારણે 2 મહિના બાદ શહેરના રસ્તાઓ પર 300 AMTS અને 125 BRTS બસો દોડી હતી. જો કે AMTS-BRTSની બસોમાં માત્ર 50 ટકા જ સીટીંગ વ્યવસ્થા કરાઈ હતી, જેથી બસમાં કોઈ જ ભીડ થતી ન હતી. એક AMTSમાં 32ની કેપેસિટી હતી પરંતુ 50 ટકા જ બેસતા બપસમાં માત્ર 16 લોકો જ બેસી શકતા હતા

Download Our B K News Today App



Related News