70 વર્ષના સસરાએ છેડતી કરી, વહુએ વીડિયો બતાવ્યો છતાં પતિ માનવા તૈયાર નથી!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-16 17:55:34
  • Views : 696
  • Modified Date : 2020-02-16 17:55:34

જૂનાગઢમાં એક મહિલાના આશરે 70 વર્ષની ઉંમરના સસરા તેની છેડતી કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે મહિલાએ જ્યારે તેના પતિને વીડિયો બતાવી રજુઆત કરી તો તેના પતિએ આ વાતને માનવાનો ઇન્કાર કરી દીધો હતો.આ પરિવારમાં બે પુત્રો છે. તેમાંથી એક પુત્ર અલગ ઘરમાં રહે છે જ્યારે એક પુત્ર તેના માતા-પિતા સાથે રહે છે. વારંવાર થતી છેડતીને રોકવા માટે અને ઘરના લોકોને વિશ્વાસ બેસાડવા માટે તેણીએ સસરા છેડતી કરતા હોય તેવો વીડિયો ઉતારી ઘરના લોકોને બતાવ્યો હતો. પરંતુ ઘરના લોકોએ આ વાત માનવાથી સાફ ઇન્કાર કરી દીધો જ્યારે સસરાએ આ વીડિયોની સફાઇમાં એવું જણાવ્યું કે, તેઓને કોઇ દ્રવ્ય પીવડાવી આ વીડિયો ઉતારવામાં આવ્યો છે.શારીરીક ત્રાસ છતાં આ મહિલા કોઇ કેસ કરવા તૈયાર ન હોવાથી કાનુની રીતે તંત્ર તેની મદદ પણ કરી શકે નહીં. ત્યારે અહીં સમાજની મહિલાઓએ આવી વાતો દબાવવાના બદલે સમાજની સામે લાવવી જોઇએ કે જેથી કરીને અન્ય લોકો આવી કોઇ હરકત કરતા પહેલા વિચારે અને તેને કાયદાનો ડર લાગે. આ વાતો જેટલી દબાવવામાં આવે તેટલી જ વધે છે અને તેનો શિકાર મહિલાઓને બનવું પડે છે. વધુ પડતી વાત વણસે પછી સામાન્ય રીતે આવી વાતો બહાર આવતી હોય છે પરંતુ ત્યા સુધીમાં તેનો ઉકેલ લાવવો અઘરો બની જતો હોય છે.જૂનાગઢ સખી વન સ્ટોપ સેન્ટર, જુની સિવિલ હોસ્પિટલ કેમ્પસ, બ્લડ બેંકની બાજુમાં આઝાદ ચોક.... અહીં મહિલાઓ, ઘરેલું હિંસા, શારીરીક હિંસા, આર્થિક હિંસા, મહિલાઓ-યુવતીઓની છેડતી, અનૈતિક સંબંધ વગેરે બાબતોનો ઉકેલ મેળવી શકે છે. આ કેન્દ્રમાં મહિલા અને બાળ અધિકારી જીગર જસાણીના માર્ગદર્શન હેઠળ દહેજ પ્રતિબંધક અધિકારી મનીષા મુલતાણી, પ્રફુલ જાદવ, સીએ તરીકે ચૌહાણ અર્ચનાબેન સહિતનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. છેલ્લા બે માસમાં 58 બહેનોને સમજાવી તેના ઉકેલો લાવી તેનું પુન:સ્થાપન કરાવ્યું છે.

Download Our B K News Today App



Related News