ડેડિયાપાડામાં સગી બહેન સામે સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ, સુરતમાં 3 જણાનો સગીરા પર ગેંગરેપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-02 12:54:29
  • Views : 467
  • Modified Date : 2020-03-02 12:54:29

 ડેડિયાપાડાના નાનકડા ગામમાં લગ્નમંડપમાં રમતી બે સગી બહેનોનું મંડપ બાંધવા આવેલો નરાધમ રૂ. 10ની લાલચ આપી અપહરણ કરી ખેતરમાં લઇ ગયો હતો. નરાધમે 6 વર્ષની સગી બહેન સામે 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરતા અરેરાટી વ્યાપી ગઇ હતી. ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોલીસે નરાધમની ધરપકડ કરી છે. ડેડીયાપાડા તાલુકાના કલતર ગામના અર્જુન ભારજી વસાવાએ દુષ્કર્મ ગુજારતાં બાળકીને શરીર પર ગંભીર ઇજા પહોંચી હતી. બંને બહેનો રડતા નરાધમ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. મોડી રાત્રે પરિવારજનોએ શોધખોળ કરતાં બંને બહેનો મળી હતી.બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવાયું હતું. કતારગામમાં રહેતી અને ધો-10માં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થીની સ્કુલેથી ઘરે આવી તહી ત્યારે જય ખોખરિયા સહિત 3 નરાધમોએ કારમાં અપહરણ કર્યુ હતું. હવસખોરોએ સગીરાને રૂમમાં લઈ જઈ ગેંગરેપ કર્યો હતો.

Download Our B K News Today App



Related News