પાદરાના રણું ગામના 7 લોકોનો જનાજો એકસાથે નીકળતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-24 16:24:08
  • Views : 632
  • Modified Date : 2020-02-24 16:29:12

પાદરાના રણું રોડ પર થયેલા અકસ્માતમાં 13 લોકોના મોત નીપજ્યાં હતા. જેમનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ આજે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. રણું ગામના 7 મૃતકો, ભોજ ગામના 3 મૃતકો તથા વડું ગામના 1 અને વડોદરાના 2 મૃતકની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો. પાદરાના રણુ ગામે રહેતાં અબ્બાસભાઈ હિંમતભાઇ ચૌહાનની ભાણીનાં લગ્ન સાવલીનાં ગોઠડા ગામે શનિવારનાં રોજ યોજાયા હતા. જ્યાં રણુ ગામેથી મહિલાઓ અને પુરુષો આઇસરમાં બેસી સવારે ગોઠડા ગયા હતાં. જ્યાં મોસાળુ પતાવીને સાંજે રણુ ગામે આઈસરમાં પરત ફરી રહ્યા હતા અને મહુવડથી રણુ વચ્ચે પસાર થતાં હતા. ત્યારે સામેથી એક ડમ્પર બેફામ ગતિએ આવી રહ્યું હતું. જે ડમ્પરનાં ચાલકે કાબૂ ગુમાવી દેતા આઇસરને ધડાકાભેર અથાડી દેતા આઇસરનું એક બાજુનું પડખું ચિરાઈ ગયું હતું. આઇસર ટેમ્પોમાં સવાર 6 વ્યક્તિના સ્થળ ઉપર મોત થયા હતા અને 20 ઈજાગ્રસ્તોને 108માં પાદરા અને વડુ હોસ્પિટલમાં લઇ ગયા હતાં. ઇજાગ્રસ્તો પૈકી અન્ય 6નાં મોત થતા અકસ્માતમાં કુલ 12 લોકોના મોત નીપજ્યા હતાં. મૃત્યુ પામનાર પૈકી 10 મહિલાઓ છે. આ બનાવની જાણ નજીકના ગામોમાં થતા લોકટોળા ઉમટી પડ્યા હતા અને રોડ ઉપર તથા હોસ્પિટલમાં લોકો પહોંચી ગયા હતા. ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર પણ હોસ્પિટલ પહોંચીને સરકાર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસે સ્થળ ઊપર પહોંચીને સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને ડમ્પર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. મહુવડ ચોકડી પાસે બનેલા આ ગંભીર અકસ્માતમાં 12ના મોત નિપજ્યાં છે. જેમાં વડુ હોસ્પિટલમાં 6 મૃતકોને લઈ જવાયા છે. જ્યારે પાદરા સરકારી હોસ્પિટલમાં અન્ય 6 મૃતકોને ખસેડાયા છે. જ્યારે ઈજાગ્રસ્તોને વડોદરાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં છે. આઈશરના ચાલકનો બચાવ થયો છે. હું પાદરા અને વડુની હોસ્પિટલની મુલાકાતે ગયો હતો. અને પાદરા પોલીસ સ્ટેશનમાં પણ ડમ્પર ચાલક વિરૂધ્ધ કાર્યવાહી થાય તે માટે પોલીસ શું કરી રહી છે તેપણ તપાસ કરી છે. જ્યારે બેફામ દોડતા ડમ્પરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ડમ્પરે ગમખ્વાર અકસ્માત સર્જ્યા બાદ ભાગી ગયો હતો,જોકે એક ગાડીના ચાલકે તેનો પીછો કરવાની કોશીષ કરતા તેને પણ અડફેટે લેવાની કોશીષ કરી હતી પરંતું તે બચી ગયો હતો. જ્યારે ડમ્પર ચાલક નશામાં વાહન ચલાવી રહ્યો હોવાની પ્રબળ શંકા સ્થાનિકોએ વ્યક્ત કરી છે. પાદરા-જંબુસર તરફ જવાનો રસ્તો ફોરલેન ન બનવાથી આ રોડ ઉપર દર વર્ષે અંદાજે 100 લોકોનાં મોત થાય છે અને 400થી વધુ લોકો ઇજાગ્રસ્ત થાય છે. વર્તમાન ધારાસભ્ય જસપાલ સિંહ પઢીયાર અને પૂર્વ ધારાસભ્યએ આ અંગે અનેક વખત રજૂઆત કરી છે છતાં આ મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે પાદરાના ધારાસભ્યએ ઇજાગ્રસ્તોની મુલાકાત લઈ સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.

મૃતકોના નામ
1. મોહસિનભાઇ રમઝાનખાન પઠાણ (35) (રહે. ફતેગંજ વડોદરા)
2. રૂકશાનાબહેન મોસિનભાઇ રમઝાનખાન પઠાણ (35) (રહે. ફતેગંજ વડોદરા)
3. જૈયેદાબહેન સબ્બીરભાઇ એહમદ મલેક (48) (રહે. રણુ તા. પાદરા)
4. સુભાનબહેન સજાદભાઇ ઇસ્માઇલભાઇ સીંઘા (32) (રહે. રણુ. તા. પાદરા)
5. માહેનુરબહેન ફીરોઝભાઇ અલ્લારખાભાઇ ચૌહાણ (8) (ભોજ તા. પાદરા)
6. નસરીનબહેન ફીરોઝભાઇ અલ્લારખાભાઇ ચૌહાણ (32) (ભોજ. તા.પાદરા)
7. સલીમ રઝાક શેખ (55) (રહે. સુરત)
8. અફસાના ઇકબાલ ચૌહાણ (17) (રહે. રણુ તા. પાદરા)
9. સુફીય અમરસંગ સીંધા (16) (રહે. રણુ તા. પાદરા)
10. સમીન હનીફ ચૌહાણ (35) (રહે. રણ તા. પાદરા)
11. મહેક ફીરોઝ ચૌહાણ (4) (રહે. ભોજ તા. પાદરા)
12. સહેનાઝ હીતેશ સોલંકી (35) (રહે. રણુ તા. પાદરા)

Download Our B K News Today App



Related News