લગ્ન પરિચય મેળામાં 60માંથી 20 યુવતીએ કહ્યું કે, ‘મારે સંયુક્ત પરિવાર હોય ત્યાં જ લગ્ન કરવા છે’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-24 15:59:14
  • Views : 443
  • Modified Date : 2020-02-24 15:59:14

રાજકોટમાં સૌ પ્રથમ વખત પરજિયા સોની સમાજનો લગ્ન પરિચય મેળો યોજાયો હતો.જેમાં 60 દીકરી અને 260 દીકરાએ ભાગ લીધો હતો. લગ્ન પરિચય મેળામાં એકબીજાને પસંદ કરનાર યુવક–યુવતી વચ્ચે બેઠક થઈ હતી. જેમાં 60માંથી 20 છોકરીએ કહ્યું હતું કે, અમારે સંયુક્ત પરિવારમાં લગ્ન કરવા છે. ગુજરાત પરજિયા ટેલેન્ટ ગ્રૂપ, પરજિયા સોની સોશિયલ ગ્રૂપ, પરજિયા સોની સમાજ બ્યૂરોના સંયુક્ત ઉપક્રમે આ પરિચય મેળો યોજાયો હતો. જે યુવક–યુવતીએ ભાગ લીધો હતો. તેના અભ્યાસનું પ્રમાણ ધોરણ 10થી લઈને માસ્તર ડિગ્રી સુધીનું હતું. આજના સમયમાં દીકરા–દીકરીના સગપણ કરવા એક પડકાર છે. આ પડકાર પાર પાડી શકે, સમયની બચત થાય અને વડીલોની હાજરી પણ રહે તે હેતુથી રાજ્યભરમાં પહેલીવાર રાજકોટ ખાતે આ પરિચય મેળાનું આયોજન કરાયું હતું. પરિચય મેળામાં વડીલોની હાજરીમાં મિટિંગ થઇ હતી.જેમાં છોકરા પક્ષ તરફથી એવી માગણી હતી કે, દીકરી પરિવારના લોકોને સમજી શકે. જ્યારે દીકરીએ સંયુક્ત પરિવાર ધરાવતા હોય અને દીકરો ઉચ્ચ અભ્યાસ કરતો હોય તેવા પાત્ર પર પસંદગી ઉતારી હતી. આ પરિચય મેળામાં ભાગ લેનાર ખુશ્બુ ચલ્લા નામની યુવતીએ જણાવ્યું હતું કે, સંયુક્ત પરિવાર હોય તો દરેક પરિસ્થિતિમાં પાર પડી શકાય અને છોકરો ઉચ્ચ શિક્ષિત હોય તો તે પરિવારને મદદરૂપ થઈ શકે. સોની સમાજમાં શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રમાં અનેક કામ થયું છે. આ ક્ષેત્રમાં અત્યાર સુધી કામ જ નહોતું થયું. સમાજના લોકો એક થાય અને સમાજમાં આવતા પડકારોને સામનો કરી શકાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધાર્યા કરતા સફળતા મળી છે. હજુ આગામી સમયમાં સમાજહિતના કાર્યો કરીશું. - પરેશભાઈ ધકાણ, ફાઉન્ડર ગુજરાત પરજિયા ટેલેન્ટ ગ્રૂપ, સુરત

Download Our B K News Today App



Related News