નિકોલ, નરોડા અને વસ્ત્રાલની 25 શાળાઓના 60,000 વાલીઓને ફીમાં 25 ટકા રાહત મળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-26 15:08:20
  • Views : 404
  • Modified Date : 2020-08-26 15:08:20

       રાજ્યમાં કોરોનાની મહામારીમાં શાળામાં ફીનો વિવાદ ચાલી રહ્યો છે. શાળા સંચાલકો ફી ઉઘરાવી રહ્યા છે જેનો વાલીઓ વિરોધ કરી રહ્યા છે અને હાઇકોર્ટમાં પણ કેસ ચાલી રહ્યોં છે જેની વચ્ચે અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં આવેલી 35 શાળા સંચાલકોએ વાલીઓને રાહત આપતું હકારાત્મક પગલું લીધું છે. નિકોલ, નરોડા અને વસ્ત્રાલ વિસ્તારની 25 જેટલી શાળાઓએ ફીમાં 25 ટકા રાહત આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી પૂર્વ વિસ્તારમાં ભણતા બાળકોના વાલીઓને થોડી ઘણી રાહત મળી છે. શાળા સંચાલકોના નિર્ણય પરથી અન્ય શાળા સંચાલકોએ પણ બોધપાઠ લેવાની જરૂર છે.અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલ, નરોડા અને વસ્ત્રાલના શાળા સંચાલકોની એક બેઠક યોજાઈ હતી જેમાં 35 જેટલી શાળાઓના સંચાલકોએ ફીમાં 25 ટકા રાહત આપવા નિર્ણય લીધો છે. પહેલા ક્વાર્ટરની ફીમાં 25 ટકા રાહત મળશે. જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસની ફીમાં 25 ટકા રાહત આપવાથી વાલીઓને મોટી રાહત મળી છે.નિકોલની વેદાંત સ્કૂલના સંચાલક ભરતભાઈએ જણાવ્યું હતું કે વાલીઓની માગ અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નરોડા, નિકોલ અને વસ્ત્રાલની શાળાઓ જૂન, જુલાઈ અને ઓગસ્ટની ફીમાં 25 ટકા રાહત આપવામાં આપશે. જેમને પણ ફી ભરી દીધી હોય તેમને પણ રાહત મળશે. નામદાર હાઇકોર્ટ કે સરકારનો જે પણ આદેશ આવશે તે માન્ય રહેશે. આ નિર્ણયથી આ ત્રણ વિસ્તારમાં 60000 બાળકોના વાલીઓને ફીમાં રાહત મળશે. આશરે 7થી 8 કરોડની ફી માફી થઈ છે.

Download Our B K News Today App



Related News