કોરોનાના કહેર વચ્ચે લંડન, અમેરિકામાં જોવા મળતી બીમારી MIS-Cના 30 કેસ નોંધાતા ચિંતામાં વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-01 17:25:01
  • Views : 534
  • Modified Date : 2020-09-01 17:25:01

       બરવાળાના સાળંગપુરમાં રહેતા જાહાભાઈ ભલાભાઈ લામકા (ઉં.વ.45)ની ઘાતકી હત્યા થયાનું જાણવા મળ્યું છે. ગઈકાલે જાહાભાઈ ઢોર ચરાવી રહ્યા હતા ત્યારે બે સ્કોર્પિયો કારમાં આવેલા છ શખ્સોએ ઘાતકી હથિયારો વડે તેમના પર હુમલો કર્યો હતો. આથી ગંભીર હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ આજે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસ તપાસમાં જૂની અદાવતમાં આ હત્યા થયાનું બહાર આવ્યું છે.સાળંગપુર ગામના બે સમાજ વચ્ચે જૂની અદાવતે આધેડનો ભોગ લીધો હતો. બરવાળા પોલીસે ગત સાંજના સમયે બનેલા બનાવને છૂપાવવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા લોકોમાં થઈ રહી છે.આધેડનું મૃત્યુ થયું હોવા છતાં પોલીસે વિગત જાહેર કરી નહોતી. આ ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળાં હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતાં પોલીસના અધિકારીઓ સહિત ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.આ બનાવ મુદ્દે મોડી રાત્રે દુદાભાઈ ભલાભાઈ લામકાએ બરવાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, અગાઉ થયેલી બોલાચાલીની દાઝ રાખીને મૃતક ઢોર ચરાવતો હતો ત્યારે બે સ્કોર્પીયો કારમાં સાળંગપુરમાં રહેતા છ શખ્સોએ ઘાતક હથિયારો સાથે આવી માર માર્યો હતો. પોલીસે 6 આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News