અમદાવાદમાં નેશનલ હેન્ડલુમના 6 કર્મચારીઓ પોઝિટિવ, શો-રૂમ સીલ કરવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-01 13:13:55
  • Views : 353
  • Modified Date : 2020-09-01 13:13:55

       શહેરમાં કોરોના ફરી એકવાર વધવા તરફ જઈ રહ્યો છે. દુકાનો અને શો-રૂમમાં નોકરી કરતા કર્મચારીઓ હવે કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. વિરાટનગરમાં આવેલા નેશનલ હેન્ડલુમમાં 6 કર્મચારીઓના કોરોના કેસ પોઝિટિવ આવ્યા છે. કોર્પોરેશનના હેલ્થ વિભાગે નેશનલ હેન્ડલુમને સીલ કર્યું છે. અન્ય સ્ટાફના કોરોના ટેસ્ટ આગામી 7 દિવસમાં કરવામાં આવશે. અનેક લોકો નેશનલ હેન્ડલુમમાં ખરીદી માટે આવતા હતા. આ તમામ ગ્રાહકોના સંપર્ક માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સઘન ટેસ્ટિંગની કાર્યવાહી કરવામાં આવે છે. શહેરમાં આવેલી દુકાનો અને શો-રૂમમાં પણ ટેસ્ટિંગ કરવામાં આવે છે. બે દિવસ પહેલા શિવરંજનીબ્રિજ અને નેહરુબ્રિજ પાસે આવેલા આસોપાલવ શો રૂમના કર્મચારીઓના કોરોના ટેસ્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 9 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેઓને સારવાર માટે કોવિડ સેન્ટર અને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આસોપાલવ શો રૂમમાં અનેક લોકો સાડીઓ ખરીદવા આવતા હતા. તેઓના પણ સંપર્કની પ્રક્રિયા કરવામાં આવી છે.જીએમડીસી ગ્રાઉન્ડ નજીક આવેલી એક ખાનગી કંપનીની લેબર કોલોનીના 109 કર્મચારીઓ એકસાથે પોઝિટિવ આવ્યા છે અને તેમને સમરસ હોસ્ટેલના કોવિડ સેન્ટરમાં દાખલ કરાયા છે. 3 દિવસમાં તબક્કાવાર ટેસ્ટમાં આ પરિણામ મળ્યું હતું. આ કર્મચારીઓ એક મહિના પહેલાં જ અન્ય રાજ્યમાંથી અહીં આવ્યા હતા. બીજી તરફ નહેરુબ્રિજ અને કેશવબાગ વાડી પાસેના આસોપાલવ સાડી સેન્ટરમાં તપાસ કરાતાં 9 કર્મચારીઓ પોઝિટિવ મળ્યા છે.મ્યુનિ.એ ટેસ્ટિંગની નવી સ્ટ્રેટેજી શરૂ કરી છે જેના ભાગરૂપે મણિનગર વોર્ડમાં 5 હજારથી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 40 જેટલા લોકો પોઝિટિવ મળ્યા છે. હવે મંગળવારે શાહીબાગ વોર્ડમાં આ જ રીતે માસ ટેસ્ટિંગ કરવામાં આવશે. આ પ્રકારે તમામ 48 વોર્ડમાં ટેસ્ટની કામગીરી કરાશે. સોમવારે કોરોનાના નવા 147 કેસ નોંધાયા હતા. જ્યારે 3 દર્દીના મૃત્યુ થયા હતા. કેસની સમીક્ષા પછી વધુ 27 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યા છેથોડા દિવસ પહેલા સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા વસ્ત્રાપુરના એ-વન મોલ (આલ્ફા વન મોલ)ને પણ સીલ કરી દેવામાં આવ્યો હતો. હિમાલયા મોલમાં મેકડોનાલ્ડસ રેસ્ટોરન્ટને જ્યારે પ્રહલાદનગર કોર્પોરેટ રોડ પર આવેલા સિનર્જી બિલ્ડિંગમાં 11માં માળે આવેલી સેવિયર ફાર્માસ્યુટિકલ કંપનીમાં તમામ સ્ટાફ માસ્ક વગર કામ કરતો હોવાથી ઓફિસને સીલ મારવામાં આવી હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આગામી દિવસોમાં મોલ, ખાનગી ઓફિસો અને શો રૂમનું ચેકિંગ કરવામાં આવશે. જો પાલન થતું નહિ જણાય તો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News