6 દેશમાંથી અમદાવાદ આવેલા 300 લોકોને ઘરમાં જ આઈસોલેશનમાં રખાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-13 15:01:37
  • Views : 444
  • Modified Date : 2020-03-13 15:01:37

ચીન, જાપાન, ઈટાલી, સિંગાપોર, થાઈલેન્ડ, જર્મની સહિતના દેશમાંથી અમદાવાદ આવેલા 300 લોકોને હોમ કોરન્ટાઈન (ઘરમાં જ અલાયદા) રખાયા છે. આ તમામ લોકોના ઘરે જઈને મ્યુનિ.હેલ્થ વિભાગ 14 દિવસ સુધી તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસમાં શહેરમાં 21 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જો કે, તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ગુરુવારથી ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ઈટાલી સહિતના 8 દેશમાંથી જે લોકો અમદાવાદ આવશે તે તમામને પણ ફરજિયાત હોમ કોરન્ટાઈન (ઘરમાં જ અલાયદા) રખાશે. જાહેર સ્થળોએ હજુ સુધી કોઈ ચોક્કસ ગાઈડલાઈન્સ સરકાર તરફથી અપાઈ ન હોવાના કારણે કોઈ નિયંત્રણ મૂકવામાં આવ્યા ન હોવાનું મ્યુનિ.અધિકારીનું કહેેવુ છે. કોરોના વાઈરસ સંદર્ભે મ્યુનિ.એ એકશન પ્લાન જાહેર કર્યો છે. જે મુજબ ગુરુવારથી દરેક એએમટીએસ અને બીઆરટીએસની બસોના હેન્ડ ટચને જંતુમુક્ત (ડિસઈન્ફેકેશન) કરવામાં આવશે. આ માટે 25-25 લીટરનું પ્રવાહી હેલ્થ વિભાગે એએમટીએસ અને બીઆરટીએસને અપાયું છે. દર આંતરે દિવસે આ કામગીરી કરવામાં આવશે જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરી કરનારા લોકોને ઈન્ફેકશન લાગે નહીં. બીજી તરફ એરપોર્ટ ખાતે શુક્રવારથી સ્ક્રીનીંગ પણ ચોકસાઈપૂર્વક કરવા તાકીદ કરાઈ છે. ખાસ કરીને ચીન, ઈટાલી, ઈરાન, કોરિયા, જાપાન સહિતના દેશમાંથી આવનારા લોકોને ફરજિયાત 14 દિવસ સુધી ઘરે જઈને તપાસ કરવા માટે પણ મ્યુનિ.હેલ્થ વિભાગને તાકીદ કરવામાં આવી છે. કોરોના વાઈરસ અંગે લોકોને જાગૃત કરવા ઇન્ડિયા હેલ્થ લાઈન સંસ્થાએ કોરોના કેર ટાસ્ક ફોર્સની રચના કરી છે. અમદાવાદની 200થી વધુ હોસ્પિટલ સહિત દેશભરની 10 હજારથી વધુ હોસ્પિટલો તેમજ મંદિરોમાં કોરોના વાઈરસથી બચવા માટેના ઉપાયો સાથેના બેનર તેમજ પોસ્ટર લગાવવામાં આવશે. તેની સાથે જ હોસ્પિટલમાં લોકોને માર્ગદશર્ન આપી શકે તેમ માટે હેલ્થ એમ્બેસેડરની નિમણૂક પણ કરવામાં આવશે. અમદાવાદમા કોરોના વાઇરસના ભયથી લોકો માસ્ક ખરીદી કરી રહ્યા છે, તેનો હોલસેલ અને છૂટક વેપારીઓ ફાયદો ઉઠાવતા હોવાની સંખ્યાબંધ ફરિયાદો થયા પછી અમદાવાદના નિયંત્રકે તપાસ સોંપી હતી. આ તપાસમાં ભીનું સંકેલવા પ્રયાસ કરાઇ રહ્યો હોવાનો રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષાના ચેરમેન જશવંતસિંહ વાઘેલાએ આક્ષેપ કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે મુખ્યમંત્રી સુધી ફરિયાદો કરવા છતાં કોઇ તપાસ થતી નથી. તોલમાપ વિભાગના નિયંત્રક જી.ડી.પરમાર સહિતના ઇન્સ્પેક્ટરો માત્ર તપાસનો દાવો કરે છે. વેપારીઓ સામે કેસ કરવાના બદલે માત્ર સૂચનાઓ આપી પરત આવી જાય છે. નિયંત્રક જી.ડી.પરમારે કહ્યું કે ઇન્સ્પેક્ટરોને તપાસ સોંપી છે. તપાસનો રિપોર્ટ ક્યારે આવશે તે કહી શકાય નહીં. શહેરના નાગરિકોને ઓનલાઇન ફરિયાદમાં પણ કોઇ પ્રતિસાદ મળતો નથી. માસ્કના વધુ ભાવ વસૂલવા બજારમાં અછત ઊભી કરાય છે. આ દેશમાંથી આવનારાને ઘરમાં અલાયદા રખાશે > ચીન, ઈટાલી, ઈરાન , કોરિયા , જાપાન, ફ્રાન્સ, જર્મની , સ્પેન

Download Our B K News Today App



Related News