એક વર્ષમાં જ રાજ્યમાં 6,711 અકસ્માત, દરરોજ 22 લોકોએ જીવ ગુમાવ્યા, 4 વર્ષમાં 39 હજાર ગુજરાતીઓ મોતને ભેટ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-20 14:30:28
  • Views : 387
  • Modified Date : 2020-10-20 14:30:28

       ગુજરાતમાં બેદરકારી પૂર્વક વાહન ચલાવનારની સંખ્યામાં ખુબજ વધારો થયો છે. ગત વર્ષે રાજ્યમાં 6711 અકસ્માતની ઘટના ઘટી હતી, જેમાં 8 હજારની આસપાસ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. સમગ્ર દેશમાં સૌથી વધુ બેદરકારીથી ડ્રાઈવિંગની ઘટનાઓમાં ગુજરાત પાંચમાં સ્થાને છે. 2019ના NCRB(નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો)ના આંકડા અનુસાર, રાજ્યમાં કુલ અકસ્માતમાં સૌથી વધુ અમદાવાદમાં એક વર્ષમાં 421 અકસ્માત નોંધાયા હતા જેમા 442 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે સુરતમાં 290 અકસ્માતમાં 301 જેટલા લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં દરરોજ 18 અકસ્માત થયા છે અને 22 લોકોએ જીવ ગુમાવ્યા છે. વાહન ચલાવવામાં સૌથી વધુ બેદરકારી સગીરો દાખવતા હોય છે.ગુજરાતમાં સુરત, અમદાવાદ તેમજ સૌરાષ્ટ્રના શહેરોમાં સૌથી વધુ અકસ્માતની ઘટના બને છે. ખાસ કરીને હાઈવે પર યંગસ્ટર્સ દ્વારા પુરઝડપે વાહનો ચલાવતા પોતાની સાથે અન્યના જીવને પણ જોખમમાં મુકે છે. ગત વર્ષના આંકડા અનુસાર, ગુજરાતમાં 2019માં 5792 લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. જેઓને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. એટલે કે રાજ્યમાં દરરોજ સરેરાશ 15થી 16 લોકો અકસ્માતને પગલે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે.વર્ષ 2015થી 2019 એમ 4 વર્ષમાં કુલ 39 હજારથી વધુ લોકોએ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમા 2015માં 8038, 2016માં 8011, 2017માં 7574, 2018માં 8040 અને 2019માં 7988 લોકોના નાના-મોટા અકસ્માતમાં મોત થયા છે. મોટા શહેરોની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ અકસ્માતની ઘટના વધી રહી છે. 2019માં બનાસકાંઠામાં 352, ભરૂચમાં 293, ગાંધીનગરમાં 229, ગોધરામાં 239 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. સરકાર દ્વારા અકસ્માતની ઘટના ઘટાડવા માટે ડ્રાઈવિંગ નિયમોમાં પણ ઘણા ફેરફાર કર્યા છે. તેમજ વાહન ચલાવતી વખતે હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ ન પહેરનાર સામે કડક કાર્યવાહી પણ થાય છે. છતા પણ અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે.

Download Our B K News Today App



Related News