પાટણકામાં તસ્કરો તિજોરી તોડી 6.56 લાખના દાગીના ચોરી ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 14:22:33
  • Views : 406
  • Modified Date : 2020-03-18 14:22:33

ફાંગલીગામે પરણાવેલ દિકરી સાસરીયાપક્ષના દાગીના પહેરીને પાટણકા પિયર આવી હતી ત્યારે રોકાયેલી તે વખતે ઘરની તિજોરીમાં 151 ગ્રામ સોનાના દાગીના જેની કિરૂ.656700 મુક્યા હતા તે તારીખ 22 થી 23 જાન્યુઆરી દરમ્યાન ચોરી થયા હોવાની દિકરીના પિતાએ સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સાંતલપુરના પાટણકા ખાતે રહેતા આહીર હમીરભાઇ વાલાભાઈની મોટી દીકરી આશાબેનના સોનાના ઘરેણા પિયરમાં આવીને ઘરની તિજોરીમા રાખ્યા હતા.પરિવાર સભ્ય રાત્રી સુઇ ગયા હતા દિવસે કામધંધા પર જતા રહ્યા હતા તારીખ 23-01-2020 નારોજ સાંજે ચારેક વાગે આશાબેન ઘરમાં તિજોરીનુ લોક તૂટેલ હતુ તેની તપાસ કરતા દાગીના ચોરી થઇ હતી આ અંગે હરીભાઇ આહિરએ સાંતલપુર પોલીસ મથકે અજાણ્યા ચોર શખ્સ ગૃપ્ત પ્રવેશ કરીને દિકરીના દાગી રૂ.656700 ની ચોરી કરી ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News