વાયરલ વીડિયો કેસમાં 5મી ધરપકડ, ટોળાને ઉશ્કેરવા બદલ 19 વર્ષના યુવકની ધરપકડ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-22 15:53:00
  • Views : 121
  • Modified Date : 2023-07-22 15:53:00

છેલ્લા ઘણા સમયથી દેશનું પૂર્વીય રાજય મણિપુર સળગી રહ્યું છે. ત્યારે મણિપુરમાં બે મહિલાઓ સાથે થયેલા અત્યાચારના કેસને લઇને પોલીસ હરકતમાં છે. ત્યારે આ મામલે હવે પોલીસે આખરે પાંચમાં આરોપીને ઝબ્બે કર્યો છે. નોંધનીય છેકે મણિપુરમાં બે મહિલાઓ સાથે રેપનો કેસ થયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. જે બાદ રાજયમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. ત્યારે આ વીડિયોમાં નજરે ચડેલા પાંચમા આરોપીને પોલીસે આખરે ઝડપીને કાર્યવાહી આરંભી દીધી છે.  આ છોકરો લોકોની ભીડને ઉશ્કેરતો વીડિયોમાં જોવામાં આવ્યો છે.નોંધનીય છેકે આ અગાઉ આ કેસના જ ચાર આરોપી પોલીસના હાથમાં આવી ગયા હતા. જે ચારેય આરોપીઓને 11 દિવસની પોલીસ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યા છે. 19 જુલાઇના રોજ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ ધરપકડ આરંભી છે. ત્યારે બીજી તરફ નારાજ અને આક્રોષથી ભરેલા લોકોએ આ કેસના મુખ્ય આરોપીના ઘરે આગ લગાડી દીધી છે. આ દરમિયાન આસપાસના વિસ્તારની મહિલાઓ જ સામેલ હોવાનું ખુલ્યું છે. તમને જણાવી દઇએ કે, આગ આરોપીના સમુદાયના લોકોએ જ લગાવી હતી. અને, આરોપી મેઇતેઇ સમુદાયનો હોવાનું પણ સામે આવ્યું છે.અહીં સૌથી શરમજનક વાત એ કહી શકાય કે હિંસક ટોળા દ્વારા અત્યાચાર ગુજારવામાં આવેલી બે મહિલા પૈકી એક મહિલાનો પતિ ભારતીય સેનામાં ફરજ બજાવી ચુક્યો છે. આ કેસમાં નોંધાયેલ FIRમાં એવો પણ દાવો થયો હતો કે લોકોના હિંસક ટોળાએ પીડિતાના ભાઈની પણ હત્યા નિપજાવી કાંઢી હતી, મહિલાનો ભાઇ તેને ટોળાના દુષ્કર્મથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.પીડિતાની માતાએ હિંસાને કાબૂમાં ન લેવા માટે રાજય સરકારને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે કહ્યું કે મણિપુર હિંસા મામલે સરકાર કોઇ પગલા લઇ શકી નથી. વધુમાં કહ્યું કે તે લાચારી અનુભવે છે. તેણે કહ્યું કે ‘મેં મારો નાનો પુત્ર ગુમાવ્યો, જે મારા જીવનની આખી આશા હતો. તેને સારા શિક્ષણ માટે શાળાએ મોકલ્યો. પરંતુ હવે તેના પિતા પણ નથી રહ્યા. તેથી જ્યારે પણ હું મારા ભવિષ્ય વિશે વિચારું છું, ત્યારે મને કોઈ આશા દેખાતી નથી.

Download Our B K News Today App



Related News