ડીસાના માલગઢની કૈલાશ ટેકરી ખાતે 500 વર્ષ જૂનું પૌરાણિક શિવમંદિર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-17 15:24:26
  • Views : 562
  • Modified Date : 2020-08-17 15:24:26

     બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ડીસા નજીક અને બનાસ નદીના કિનારે આવેલ માલગઢ ગામની કૈલાશ ટેકરી (કૈલાશધામ) ખાતે અંદાજીત 500 વર્ષ જૂનું પૌરાણિક શિવ મંદિર આવેલું છે. રવિવારે કૈલાશ ટેકરી ખાતે શિવાજી પરખાજી સોલંકી (માળી) પરીવાર દ્વારા શિવજીને વિશેષ પુજા અને ભોજન પ્રસાદનું આયોજન કર્યું હતું. આ શિવ મંદિરનો ઇતિહાસ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. હાલમાં કૈલાશ ટેકરીના મહંત 1008 શ્રી ઓમગીરીજી મહારાજ બિરાજમાન છે.આ પૌરાણિક શિવ મંદિર વિશે માલગઢ ગામના યુવા આગેવાન અને વેપારી શંકરલાલ શિવાજી સોલંકી (માળી) એ જણાવ્યું હતું કે, "આજથી 500 વર્ષ અગાઉ માલગઢ ગામમાં આવેલ રમણીય ધોરા ઉપર માળી સમાજના રામાબાપુ સંત થયા હતાં અને તેઓએ અનેક પરચા પુરી ત્યાં સમાધી લીધી હતી. ત્યારબાદ બુધ્ધગીરી મહારાજ પણ આ જગ્યા ઉપર તપસ્વી થયા હતાં તેમજ તેઓનો પરચા પુરતો ધુણો પણ આજે હયાત છે. શ્રાવણ માસમાં શિવ મંદિર ખાતે લોકો દુર દુરથી આ રમણીય સ્થળને નિહાળવા આવે છે તેમજ કૈલાશ ટેકરી (કૈલાશ ધામ)ના વિકાસ માટે ગામના લોકોનો સહયોગ મળ્યો છે.

Download Our B K News Today App



Related News