500 વિદ્યાર્થીઓ પૂર્વ કોરોના પેશન્ટ્સ પાસે જઇને પ્લાઝ્માની મદદ માંગે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-28 13:41:29
  • Views : 353
  • Modified Date : 2020-08-28 13:41:29

     કોરોના પેશન્ટને સાજા કરવામાં પ્લાઝમા થેરાપી કામ આવી રહી છે. ત્યારે છાત્ર સંસદ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના ગ્રૂપે મળીને પ્લાઝમા ડોનેટ કરોના કેમ્પેઈન આદર્યું છે. જેમાં બે હજારથી વધુ લોકોના પ્લાઝમાં ડોનેશનનો ટાર્ગેટ છે. અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં આ કેમ્પઈન આદર્યું છે. જેમાં સ્કૂલ-કોલેજના 500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા છે. જે કોરોનાને માત આપી બહાર આવેલા લોકોને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ કરે છે. જેમાં પ્લાઝમા ડોનેશન શરૂ થઇ ગયું છે.ગ્રુપના જય જોશીએ કહ્યું હતું કે, કોરોના પેશન્ટ વધી રહ્યા છે ત્યારે ઘણા એવા દર્દીઓ છે કે જેઓ પ્લાઝમાથી સાજા થઇ શકે છે. વધારે લોકો સાજા થાય જે હેતુથી અમે આ કેમ્પેઇન શરૂ કર્યું છે. અમે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાથે મળીને લોકોને પ્લાઝમા ડોનેટ કરાવીએ છીએ. જે માટે અમારો સંપર્ક કરતા અમે તેમને રેડક્રોસના પાલડી સેન્ટર પર અપોઈન્ટમેન્ટ લીધા બાદ પ્લાઝમા માટે પહોંચાડીએ છીએ.લોહીમાં રેડ અને વાઇટ બ્લડ સેલ, પ્લેટલેટ્સ અને પ્લાઝમા પણ હોય છે. જેનાથી એન્ટીબોડી બને છે. કોરોના બાદ શરીર વાયરસ સામે લડવાનું શરૂ કરે છે. જે પ્લાઝમાની મદદથી જ બને છે. શરીરમાં પર્યાપ્ત એન્ટી બોડી હોય તો કોરોના હારે છે. જેથી પ્લાઝમા થેરાપી કામ આવી રહી છે.

Download Our B K News Today App



Related News