સંત સરોવર ભરાતાં સાબરમતીમાં 500 ક્યુસેક પાણી છોડાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-26 14:48:52
  • Views : 419
  • Modified Date : 2020-08-26 14:48:52

       આગામી 24 કલાકમાં વધુ વરસાદ પડે તો ધરોઈ ડેમમાંથી પાણી છોડવાની સ્થિતિ સર્જાશે. ડેમની સપાટીમાં ધીરે ધીરે વધારાથી જિલ્લા માટે ચિંતાજનક સ્થિતિ પણ ઊભી થઈ છે.અમદાવાદ જિલ્લા કલેકટર કે.કે નિરાલાએ કહ્યું કે, ગાંધીનગરનું સંત સરોવર 95 ટકા ભરાઈ ગયું છે. ડેમમાંથી હાલ 500 ક્યુસેક પાણી સાબરમતીમાં છોડવામાં આવ્યું છે. જેના લીધે વાસણા બેરેજની સપાટી 130 ફૂટે પહોંચી છે. અમદાવાદ કે ધરોઈ વિસ્તારમાં આગામી 24 કલાકમાં વધુ વરસાદ પડશે તો સાબરમતીમાં વધુ પાણીની આવક થઇ શકે છે. વાસણા બેરેજની પાણીની સપાટીમાં વધારો થશે તો પાણી છોડવાની સ્થિતિ સર્જાશે. જિલ્લામાં પૂરની સ્થિતિ અંતર્ગત પૂર્વ તૈયારીઓ કરાઈ છે. કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તંત્ર સક્ષમ છે. સાબરમતી નદીમાં પાણી છોડાતાં અને હજુ વધુ પાણી છોડાવાની શક્યતાને પગલે રિવર બ્રિજ બનાવવાની મશીનરી ખસેડી લેવામાં આવી છે અને હમણાં ઉપરવાસમાં ભારે વરસાદ છે ત્યાં સુધી કામગીરી પણ બંધ કરાઈ છે.ઉપરવાસમાં ભારે વરસાદથી ખારી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે, જેને લીધે હાથીજણ અને વિવેકાનંદનગર વચ્ચે આવેલો કોઝવે પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. તેને કારણે વિવેકાનંદનગર સહિત કેટલાક સોસાયટીઓનો અમદાવાદ સાથેનો સંપર્ક તૂટી ગયો છે.

Download Our B K News Today App



Related News