50થી 60 ધારાસભ્યો છોડશે કોંગ્રેસ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-11 15:48:54
  • Views : 83
  • Modified Date : 2023-12-11 15:48:54

જનતા દળ ના નેતા એચડી કુમારસ્વામીનો ચોંકાવનારો દાવો રવિવારે સામે આવ્યો છે. તેમનું કહેવું છે કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર ગમે ત્યારે પડી શકે છે.કુમારસ્વામીએ કહ્યું કે સત્તાધારી કોંગ્રેસના એક પ્રભાવશાળી મંત્રી કેન્દ્ર દ્વારા શરૂ કરાયેલી કાનૂની મુશ્કેલીઓથી બચવા માટે ભાજપમાં જોડાવાનું વિચારી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે મંત્રી ’50 થી 60 ધારાસભ્યો’ સાથે કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ શકે છે. આ માટે તેઓ ભાજપના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે.જેડીએસ નેતાએ પત્રકારોને કહ્યું કે કોંગ્રેસ સરકારમાં બધું બરાબર નથી. તેમને ખબર નથી કે આ સરકાર ક્યારે પડી જાય. એક મંત્રી તેમની સામે નોંધાયેલા કેસમાંથી બચવા માટે તમામ પ્રયત્ન કરી રહ્યા છે.કુમારસ્વામીએ કહ્યું કે કેન્દ્રએ તેમની સામે એવા કેસ નોંધ્યા છે, જેમાંથી બચવાની કોઈ શક્યતા નથી. પત્રકારોએ જ્યારે નેતાનું નામ પૂછ્યું તો તેમણે કહ્યું કે નાના નેતાઓ પાસેથી આવા પગલાની અપેક્ષા રાખી શકાય નહીં. માત્ર પ્રભાવશાળી લોકો જ આ કરી શકે છે.જેડી(એસ)ના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે મહારાષ્ટ્ર જેવું કંઈક કર્ણાટકમાં ગમે ત્યારે થઈ શકે છે. તેમણે કહ્યું કે વર્તમાન રાજકીય વાતાવરણને જોતા કંઈ પણ થઈ શકે છે.કર્ણાટકના મંત્રી પ્રિયંક ખડગેએ કહ્યું કે ચૂંટણી બાદ કર્ણાટકમાં જેડીએસનું કોઈ અસ્તિત્વ જ બચ્યું નથી. પાર્ટી ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહી છે. ખડગેએ વધુમાં કહ્યું કે BRSએ ભાજપ સાથે ગઠબંધન કર્યું. અમે એક પક્ષ તરીકે રહીએ તે સુનિશ્ચિત કરવા માટે અમે જે કરી શકીએ છીએ તે કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસનો સફાયો થવાની વાત ભૂલી જાવ. ચૂંટણી પહેલા જેડીએસ કે બીજેપી નહીં હોય.

Download Our B K News Today App



Related News