જસદણના આટકોટમાં વીજ થાંભલાને સ્પર્શતા જ 5 વર્ષના બાળકને શોક લાગ્યો, ઘટનાસ્થળે જ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-17 15:49:17
  • Views : 350
  • Modified Date : 2020-09-17 15:49:17

      જસદણ તાલુકાના આટકોટમાં ગાયત્રીનગરમાં રમતા રમતા 5 વર્ષનો બાળક વીજ થાંભલાને અડી જતા શોક લાગ્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. એકના એક પુત્રનું મોત થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. લોકોની માંગ છે કે તાત્કાલિક જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.ઘટનાની વિગત અનુસાર સાણથલી રહેતા વિજયભાઈ રાદડિયાનો પુત્ર ભવ્ય રાદડિયા આટકોટ તેના મામાનાં ઘરે આવ્યો હતો. તે તેની બહેન સાથે શેરીમાં બાળકો સાથે રમી રહ્યો હતો. તે દરમિયાન બાજુમાં આવેલા વીજ થાંભલાને અડી જતાં શોક લાગ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે જસદણ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. જેથી પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છેએકના એક પુત્રના મોતથી રાદડિયા પરિવારમાં શોક છવાઈ ગયો છે. ગાયત્રીનગરમાં આ બનાવ બનતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ સાથે જ બેદરકારી સામે પગલાં ભરવા જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી છે..

Download Our B K News Today App



Related News