છેલ્લા 24 કલાકમાં ભૂકંપનાં 5 આંચકા, વહેલી સવારે 6:11 વાગ્યે 2.3ની તીવ્રતાનો આંચકો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-25 13:30:12
  • Views : 562
  • Modified Date : 2020-08-25 13:30:12

     જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભુકંપના 5 આંચકા નોંધાયા છે. ગત મોડી રાતથી સવાર સુધીમાં 2 આંચકા આવ્યા હતા. રાત્રે 2:08 વાગ્યે 2.2ની તીવ્રતાનો અને વહેલી સવારે 6:11 વાગ્યે 2.3ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જેથી લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. ભૂકંપનુ એપી સેન્ટર લાલપુરથી 18 કિમી દૂર ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયું હતું.જામનગરમાં છેલ્લાં 24 કલાકમાં અલગ અલગ સમયે ભૂકંપના 5 આંચકા નોંધાયા છે. ગઈકાલે બપોરે 3.30 કલાકથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં આ 5 આંચકા અનુભવાયા છે. ત્યારે સતત ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આજે મધ્ય રાત્રિએ 2.2 અને વહેલી સવારે 2.3ની તીવ્રતાના ભૂકંપના 2 આંચકા આવ્યા હતા. સોમવારે પણ દિવસ દરમિયાન ત્રણ ભૂકંપના આંચકા નોંધાયા હતાં. જામનગરના કાલાવડના બાંગા, બેરાજા, ખાનકોટડા, માટલી, ખઢેરા સહિતના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. જેથી લોકો ઘરની બહાર દોડી ગયા હતા.

Download Our B K News Today App



Related News