છુટાછેડા આપ નહી તો 5 લાખ લઇ આવ કહી પરિણીતાને તગેડી મુકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-03 12:13:36
  • Views : 581
  • Modified Date : 2020-07-03 12:13:36

લિંબોઇ ગામના મહિલાના લગ્ન 9 વર્ષ પહેલાં ખેરાલુ તાલુક‍ાના ગૌરિસણા ગામે મનિષકુમાર ગોવિંદલાલ બારોટ સાથે થયા હતા. પતિએ  મહેણા મારી છુટાછેડા આપવા અથવા પાંચ લાખ લઇ આવ’ કહી મારઝુડ કરતા હતા. જ જોકે 28 જુન-2020 ના રોજ પરિણીતા તેના પિયર લિંબોઇમાં હતી. ત્યારે તેના પતિ, સસરા અને જેઠ લિંબોઇ ગામે આવી પાંચ લાખ આપો અથવા છુટાછેડા આપો કહી માર મારતાં મહિલાએ પતિ મનિષકુમાર ગોવિંદલાલ બારોટ, સસરા ગોવિંદલાલ ચીમનલાલ બારોટ અને જેઠ શૈલેષકુમાર ગોવિંદલાલ બારોટ વિરુદ્ધ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News