ઉમરપાડામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો, દક્ષિણ ગુજરાતની નદીઓ બે કાંઠે, લોકો હજુ પણ પાણીમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-19 14:52:51
  • Views : 460
  • Modified Date : 2020-08-19 14:52:51

   હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મધ્યમ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ પડ્યો છે. જોકે, દક્ષિણ ગુજરાતની તાપી, ઔરંગા, પૂર્ણા, મીંઢોળા, અંબિકા અને કાવેરી સહિતની નદીઓ બે કાંઠે વહી રહી છે. જેના પગલે આ નદી કિનારાના કાંઠા વિસ્તારના ગામોમાં હજુ પણ પાણી ભરાયેલા છે.હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં મધ્યમ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. 8 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છેદક્ષિણ ગુજરાતની તાપી, અંબિકા, પૂર્ણા, મીંઢોળા, ઝાખરી, અંબિકા, ખરેરા, કાવેરી, દમણગંગા, ઔરંગા, સ્વર્ગવાહિની, કોલક, કીમ નદી અને તળાવો, કોતરોમાં નવા નીર આવતા બે કાંઠે વહી રહ્યા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ છે. જેના કારણે અનેક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે.

Download Our B K News Today App



Related News