થરાદમાં તસ્કરોનો તરખાટ, પાંચ દુકાનોનાં તાળાં તૂટ્યાં,બે બુકાનિધારી કેમેરામાં કેદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-09 12:33:09
  • Views : 710
  • Modified Date : 2020-07-09 12:33:09

થરાદના વિજય બિઝનેસ શોપિંગમાં મંગળવારે રાત્રીના સમયે તસ્કરોની ગેંગ ત્રાટકી અલગ-અલગ પાંચ દુકાનોના શટરના તાળાં તૂટતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. દુકાનોની અંદર પાટેશન હોવાથી કાચ ફોડી નુકસાન કર્યું હતું. પણ કંઈ ચોરાયું ન હતુ. થરાદના વિજય બિઝનેસ શોપિંગમાં આવેલી પાંચ દુકાનો જેવી કે રેડીમેડ, કટલરી, વાસણ ભંડાર, ઝેરોક્ષ સહિત એઆઇસી વીમા ઇન્શ્યોરન્સ એજન્ટ ઓફીસ તેમજ સહકારી મંડળીમાં મંગળવારે રાત્રે તાળાં તૂટ્યાં હતા. દુકાનોમાં પ્રવેશ કરતાં અમુક દુકાનો અંદર પાટેશન હોવાથી કાચ ફોડી નુકશાન કર્યું હતું. જ્યારે બુધવારે સવારે વેપારીઓ પોતાની દુકાનો પર આવતાં શટરના તાળા તૂટેલી હાલતમાં જોતા હેબતાઇ ગયા હતા. આથી એક પછી એક વેપારી પોતાની દુકાનો ચેક કરતાં કુલ પાંચ દુકાનોના શટર તૂટેલા જણાઇ આવતાં વેપારીઓ એકઠા થયા થઇ પોલીસ મથકે જાણ કરવામાં આવતાં પીએસઆઇ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં દુકાનોમાં રહેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં બુકાનીધારી બે શખ્સો કેમેરામાં કેદ થયા હતા. જો કે દુકાનોમાં કશું ચોરાયું નહતું. કોરોના સંક્રમિતને અટકાવવા જાહેર જગ્યાએ ફરતા લોકોને મોંઢા પર માસ્ક બાંધવું  ફરજીયાત નિયમ જાહેર કરવામાં આવેલો છે. છતાં દુકાનોમાં તપાસ અર્થે આવેલા પીએસઆઇ એસ.એ.જાલોરા માસ્ક પહેર્યા વિના આવ્યા હોવાથી હાજર રહેલા વેપારીઓ સહિત અન્ય લોકોમાં કચવાટ ફેલાયો હતો.


Download Our B K News Today App



Related News