લાખણી, જસરામાંથી વિદેશી દારૂની 427 બોટલ ઝડપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-11 14:11:09
  • Views : 485
  • Modified Date : 2020-08-11 14:11:09

   તાલુકાના જસરા ગામે તેમજ લાખણી ખાતે રહેણાંક મકાનમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની બાતમી મળતા પોલીસે જસરા ગામેથી રૂ.9600 નો મુદ્દામાલ તેમજ લાખણી ખાતેથી રૂ.38 હજારનો મુદ્દામાલ ઝડપી લઇ એકની ધરપકડ કરી હતી. આગથળા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પી.એન.જાડેજા તેમના સ્ટાફ સાથે રવિવારે પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન જસરા ગામે એક રહેણાંક મકાનમાં દારૂ છુપાવ્યો હોવાની બાતમી મળતાં તેઓએ જસરા ગામે શામળાભાઈ જેસંગભાઇ પરમાર (રહે.જસરા) ના રહેણાંક મકાનમાં તપાસ કરતાં ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ-96 કિંમત રૂ.9600 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.જ્યારે અન્ય બાતમીના આધારે લાખણીના જસાભાઈ રણછોડભાઈ રબારીના રહેણાંક ઘરના વાડામાં આવેલી ઓરડીમાંથી વિદેશી દારૂની 331 બોટલ કિંમત રૂ.33,100 તથા એક મોબાઇલ કિંમત રૂ.5000 મળી કુલ કિંમત રૂ. 38,100 નો મુદ્દામાલ જપ્ત કરી મકાનમાલિક જસાભાઈ રણછોડભાઈ રબારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News