નહેરો-ખાડીઓમાં રઝળતી 4000 ગણેશજીની મૂર્તિઓ મળી, સુરતના દરિયામાં વિસર્જિત કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-02 14:37:48
  • Views : 292
  • Modified Date : 2020-09-02 14:37:48

      ગણેશ વિસર્જન બાદ શહેરની વિવિધ નહેરો તથા ખાડીમાં અર્ધવિસર્જિત હાલતમાં રઝળતી 4000થી વધુ ગણેશજીની POPની પ્રતિમાઓ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે, સાંસ્કૃતિક સમિતિના કાર્યકર્તાઓએ તમામ મૂર્તિઓ બહાર કાઢી હજીરાના દરિયામાં શ્રદ્ધાભેર પુનઃ વિસર્જન કરી આસ્થાનું પ્રતીક બન્યા હતા. હજીરા પોલીસે વિઘ્નહર્તાની પ્રતિમાઓથી ભરેલા આઇસર ટેમ્પોને અટકાવી યુવાન કાર્યકર્તાઓ સાથે ખરાબ વ્યવહાર સાથે 188 મુજબની કાર્યવાહી કરવાની ધમકી અપાઈ હતી. હજીરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સંસ્થાના પ્રમુખ આશિષ સુર્યવંશી રૂબરુ મળી આખી વાત સમજાવતા મામલો થાળે પડ્યો હતો. એટલું જ નહી પણ ડીંડોલીના પીઆઈને સમગ્ર વાતની જાણ થતા એમણે પણ મધ્યસ્થી બની રઝળતી ગણેશ પ્રતિમાઓનો વિસર્જન માર્ગ ખુલ્લો કરવામાં મધ્યસ્થી બન્યા હતા.આશિષ સૂર્યવંશી (સાંસ્કૃતિક સમિતિ, પ્રમુખ)એ જણાવ્યું હતું, કે આજે સાથી મિત્રો દ્વારા છેલ્લા 4 વર્ષથી ગણેશજીની તથા દશામાતાની POPની પ્રતિમાઓ શહેરની વિવિધ નહેરો અને ખાડીમાં અર્ધવિસર્જિત હાલતમાં પડેલી પ્રતિમાઓને બહાર કાઢી પુન: વિસર્જન કામગીરી કરતા આવ્યા છે. સાથે-સાથે તહેવારોની શરૂઆત થતા પહેલા સુરત મ્યુ.કમિશનર,પો.કમિશનર,કલેક્ટરશ્રીને લેખિત આવદેન આપી રજૂઆત પણ કરતા રહ્યા છે કે, શહેરમાં બનતી અથવા બહારથી આવતી POPની પ્રતિમાઓ પરના ખરીદ-વેચાણ-બનાવટ પર સખત પ્રતિબંધ લગાવવામાં આવે, તેમ છતાં તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્રની નજર સમક્ષ આ વખતે પણ શહેરના સિવિલ ચાર રસ્તા, અઠવાલાઇન્સ, ઉધના દરવાજા, ઉધના ત્રણ રસ્તા તેમજ અન્ય વિસ્તારોમાં ફૂટપાથ પર લાખોની સંખ્યામાં POPની પ્રતિમાઓનું ખુલ્લામાં ખરીદ વેચાણ થયું હતું. જોકે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી આ વખતે પણ લાગણી દુભાઈ તેવા દ્રશ્યો શહેરની વિવિધ નહેરમાંથી જોવા મળ્યા હતા.આશિષ સૂર્યવંશીએ જણાવ્યું હતુ કે, છેલ્લા કેટલા વર્ષોથી સુરતની નહેરો અને ખાડીઓમાં ગણેશજીની, દશમાની પ્રતિમાઓ વિસર્જન કરવામાં આવે છે અને તે પ્રતિમાઓ પાણીનો પ્રવાહ ઓછો હોવાને કારણે તેમજ પાણી દૂષિત હોવાને કારણે પ્રતિમાઓ અર્ધવિસર્જિત રહી જાય છે. જોકે આ વર્ષ મહામારીના સમયમાં માટીની પ્રતિમાની સ્થાપના અને ઘરમાં જ વિસર્જનના કડક કાયદા હેઠળ આનંદ ચૌદશ એટલે ગણેશ વિસર્જન દિવસ પસાર થયો હતો. જોકે બીજે દિવસે ફરી લાગણી દુભાઈ એવા દ્રશ્યો સામે આવ્યા હતા. પરવત પાટિયા-પુણા, ખરવાસા, ડીંડોલી નહેરમાંથી વિધ્નહર્તાની અર્ધવિસર્જિત હજારો પ્રતિમાઓ મળી આવી હતી. છેલ્લા 4 વર્ષથી અમારી સમિતિના સ્વયંસેવકો વિસર્જનના દિવસો બાદ આવી અર્ધવિસર્જિત પ્રતિમાઓનું ખાડીઓ અને નહેરમાંથી કાઢી તેની પૂજા અર્ચના કર્યા બાદ પુનઃવિસર્જન દરિયામાં કરતા આવ્યા છે. અને અનેક સંસ્થાઓએ અમારી આ કામગીરીને બિરદાવી છે. જેનો અમે સૌ આભાર વ્યક્ત કરીએ છે.આશિષ સૂર્યવંશી (સાંસ્કૃતિક સમિતિ, પ્રમુખ) એ કહ્યું હતું કે, શહેરની નહેર-ખાડીઓમાં રઝળતી/અર્ધવિસર્જિત કરેલી ગણેશજીની પ્રતિમાની આશિષ સુર્યવંશીને જાણ થતા સાંસ્કૃતિક રક્ષા સમિતિના અન્ય આગેવાનો યોગેશ બોરસે, ચેતન આવકાળે, હરીશ પાટીલ, પિયુષ રાણા(એડવોકેટ), પ્રફુલભાઈ કટિયારે, એકનાથભાઈ, આકાશ સોની, સંદીપભાઈ, કૃણાલ સુર્યવંશી, તેમજ પાંડેસરાનું બડા ગણેશ ગ્રુપ તેમજ ઉધનાનું કાશી યુથ ગ્રુપ તેમજ લિંબાયતનું આદર્શ ગ્રુપ, દેવા ફાઉન્ડેશનના આગેવાન કૈલાસભાઈ પાટીલ તથા અન્ય 100થી વધુ યુવાનોની મદદથી ડીંડોલી-ખરવાસા નહેર અને પુણાગામ નહેરમાંથી રઝળતી હોય તેવી 4000થી વધુ શ્રીજીની પ્રતિમાઓને બહાર કાઢી હતી.

Download Our B K News Today App



Related News